ગુજરાત બજેટ 2023 : વર્ષ 2023-24 માટે ₹ 3.01 લાખ કરોડનું વિક્રમી બજેટ

Gujarat budget 2023: ગુજરાતના (Gujarat) નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ (Finance Minister kanu desai) નાણાંકીય વર્ષ 2023-24 માટે (Financial year 2023-24) 3.01 લાખ કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ (Gujarat budget size) રજૂ કર્યું. ગુજરાતના કુલ બજેટ કદમાં સતત વધારો.

Written by Ajay Saroya
February 24, 2023 11:59 IST
ગુજરાત બજેટ 2023 : વર્ષ 2023-24 માટે ₹ 3.01 લાખ કરોડનું વિક્રમી બજેટ
ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કર્યુ

ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતુ. કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2023-24 માટે 3,01,022 કરોડ રૂપિયાનું અંદાજપત્ર છે. આ અંદાજપત્ર ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.

ગુજરાતનું વિક્રમી બજેટ

ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ નાણાંકીય વર્ષ 2023-24 માટે 3,01,022 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું છે,જે ગત વર્ષના બજેટની તુલનાએ 57,057 કરોડ રૂપિયા વધારે છે. ગુજરાતનું ગત વર્ષ 2022-23નું બજેટ 2.43 લાખ કરોડ રૂપિયા અને વર્ષ 2021-22નું બજેટ 2.27 લાખ કરોડ રૂપિયાનું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ