ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતુ. કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2023-24 માટે 3,01,022 કરોડ રૂપિયાનું અંદાજપત્ર છે. આ અંદાજપત્ર ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.
ગુજરાતનું વિક્રમી બજેટ
ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ નાણાંકીય વર્ષ 2023-24 માટે 3,01,022 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું છે,જે ગત વર્ષના બજેટની તુલનાએ 57,057 કરોડ રૂપિયા વધારે છે. ગુજરાતનું ગત વર્ષ 2022-23નું બજેટ 2.43 લાખ કરોડ રૂપિયા અને વર્ષ 2021-22નું બજેટ 2.27 લાખ કરોડ રૂપિયાનું હતું.