scorecardresearch

ગુજરાત બજેટ 2023: ઈ-ગુજકોપની કામગીરી માટે 6 કરોડના ટેબ્લેટ ખરીદાશે

Gujarat budget 2023: ગુજરાત (Gujarat) વિધાનસભામાં રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2023-24ના (Gujarat budget 2023) બજેટમાં ગૃહ વિભાગ (home ministry) માટે કુલ ₹ 8574 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જાણો રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થા પાછળ ક્યાં – કેટલા રૂપિયાનો ખર્ચ કરવમાં આવશે

gujarat budget pothi
ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં ગૃહ મંત્રાલય માટે કુલ ₹ 8574 કરોડની જોગવાઇ

ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને જાળવી રાખવા તેમજ તેને વધારે સુદ્રઢ બનાવવા સતત કાર્યરત છે. આ હેતુસર રાજ્ય પોલીસમાં માનવબળ વધારવા, મોર્ડનાઇઝેશન કરવા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.

સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે “વિશ્વાસ” પ્રોજેકટ અને દરેક સ્તરે કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટર “ત્રિનેત્ર” કાર્યરત કરી, રાજ્યની સુરક્ષાને વધારે સુદ્રઢ બનાવાયેલ છે. વાહન અને મોબાઇલ ચોરીના કિસ્સામાં મોબાઇલ મારફત ફરિયાદ થઇ શકે તે માટે e-FIR એપ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસ અને રાજ્ય અનામત દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે સંખ્યાબધ પગલા લીધેલ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2023 : અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવે 6 લેન બનશે

  • પોલીસ જવાનો અને અધિકારીઓ માટે યોગ્ય આવાસની સગવડો પૂરી પાડવા સરકારે તબક્કાવાર પોલીસ આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. જેના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૫૭૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે ૩૧૫ કરોડની જોગવાઇ.
  • પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે ૨૫૭ કરોડની જોગવાઇ.
  • મોડાસા જેલના નિર્માણ માટે ૨૨ કરોડની જોગવાઇ.
  • ૧૫ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ૧૪ કરોડની જોગવાઇ.
  • બોમ્બ ડીટેકશન એન્‍ડ ડીસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમોની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે૯ કરોડની જોગવાઈ.
  • ઈ-ગુજકોપની કામગીરી અસરકારક અને ઝડપી બનાવવા ટેબ્લેટની ખરીદી કરવા `૬ કરોડની જોગવાઇ.

Web Title: Gujarat budget 2023 home ministry budget egujcop

Best of Express