Gujarat Budget 2024 : ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈ આવતા વર્ષે 2 ફેબ્રુઆરીએ 2024-25 નું વાર્ષિક બજેટ રજૂ કરશે, એમ રાજ્યના વિધાનસભા અને સંસદીય બાબતોના પ્રધાન રૂષિકેશ પટેલે ગુરુવારે જાહેરાત કરી હતી.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની 26 બેઠકો યોજાશે. દરેક બેઠકમાં પ્રશ્નકાળ રહેશે.





