ગુજરાત બજેટ 2024 : હાર્ટ એટેકની સારવાર માટે 3 શહેરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ થશે, બે નવી સરકારી હોસ્પિટલ બનશે

Gujarat Budget 2024 Health And Family Welfare Department : ગુજરાત બજેટ 2024માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 32 ટકા વધારે રકમ ફાળવવામાં આવી છે. જેમાં 3 શહેરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર અને 300 પથારીને બે નવી હોસ્પિટલ સ્થાપવાની જોગવાઇ છે.

Written by Ajay Saroya
February 02, 2024 17:37 IST
ગુજરાત બજેટ 2024 : હાર્ટ એટેકની સારવાર માટે 3 શહેરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ થશે, બે નવી સરકારી હોસ્પિટલ બનશે
Gujarat Budget 2024 : ગુજરાતમાં યુવાન લોકોમાં હાર્ટ એટેક અને તેનાથી મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. (Photo - Freepik)

Gujarat Budget 2024 Health And Family Welfare Department : ગુજરાત બજેટ 2024માં રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી મોતના કિસ્સાઓને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ જોગવાઇ કરવામાં આવી છે. હાર્ટ એકેટના વધતા કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાજ્યના ત્રણ જિલ્લામાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની બજેટમાં ઘોષણા કરવામાં આવી છે. તેમજ મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપવા જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત બજેટ 2024 : આરોગ્ય – પરિવાર કલ્યાણ માટે 20100 કરોડની ફાળવણી

ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, “સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.

Gujarat Budget 2024 | Gujarat Budget 2024 News | Kanu Desua MLA Gujarat | Gujarat FM Kanu Desia | Gujarat Budget 2024 Live Update | Gujarat Budget News
Gujarat Budget 2024 : ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ. (Photo – Kanu Desia Facebook)

Gujarat Budget 2024 : નવા તબીબી સાધનો ખરીદવા 100 કરોડની ફાળવણી

સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે `૧૦૦ કરોડની જોગવાઇ.

gujarat budget 2024 | gujarat budget 2024 News | gujarat Education budget 2024 | namo lakshmi yojana | namo saraswati Yojana
Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024માં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરવામાં આવી છે.

Gujarat Budget 2024 : નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવા 76 કરોડનો ખર્ચ

ગુજરાત બજેટ 2024માં એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ.

યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઇ.

માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3000ની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે 53 કરોડની જોગવાઈ.

Gujarat Budget 2024 : ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ થશે

ગુજરાત બજેટ 2024માં ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે 40 કરોડની જોગવાઇ.

આ પણ વાંચો | અયોધ્યામાં બનશે ગુજરાત યાત્રી નિવાસ; અંબાજી, પાવાગઢ અને બહુચરાજી મંદિર માટે બજેટમાં શું ઘોષણા થઇ

મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે 10 કરોડની જોગવાઇ.

અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ