ગુજરાત બજેટ 2024 : રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની સાથે મળશે તેલ અને તુવેર – ચણા દાળ; જાણો મફત ગેસ સિલિન્ડર કોને મળશે

Gujarat Budget 2024 Food Civil Supplies Department : ગુજરાત બજેટ 2024માં કનુ દેસાઇ એ રેશનકાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેરદાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.

Written by Ajay Saroya
February 02, 2024 16:52 IST
ગુજરાત બજેટ 2024 : રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની સાથે મળશે તેલ અને તુવેર – ચણા દાળ; જાણો મફત ગેસ સિલિન્ડર કોને મળશે
Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024માં નાણા મંત્રી કનુ દેસાઇ એ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગ માટે 2711 કરોડનું બજેટ ફાળવ્યું છે. (Express Photo)

Gujarat Budget 2024 Food Civil Supplies Department : ગુજરાત બજેટ 2024માં નાણા મંત્રી કનુ દેસાઇએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઇ કરી છે. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ કરી છે. બજેટમાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી તુવેરદાળ, ચણા દાળ અને ખાદ્ય તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.

ઉપરાંત બજેટમાં શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2024 | Gujarat Budget 2024 News | Kanu Desua MLA Gujarat | Gujarat FM Kanu Desia | Gujarat Budget 2024 Live Update | Gujarat Budget News
Gujarat Budget 2024 : ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ. (Photo – Kanu Desia Facebook)

ગુજરાત બજેટ 2024 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ માટે 2711 કરોડની જોગવાઇ

ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇ એ જણાવ્યું કે, પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી- 2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.

NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ.

નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ.

“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ.

Worst Cooking Oil | Worst Cooking Oil for Health | Best Cooking Oil For Health | Edible Oil | Which oil is dangerous for health
ભોજન બનાવવા માટે હંમેશા આરોગ્યપ્રદ ખાદ્યતેલોનો ઉપયોગ કરવો જોઇએ। (Photo – Canva)

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : PM જન આરોગ્ય માટે 3110 કરોડની જોગવાઇ, 10 લાખ સુધી કેશ લેસ સારવાર મળશે

ગુજરાત બજેટ 2024 : રાશનકાર્ડ ધારકોને રાહત દરે ખાદ્ય તેલ અપાશે

ગુજરાત બજેટ 2024માં NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા (આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.

શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.

નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ