ગુજરાત બજેટ 2024 ગૃહ : ગુજરાત પોલીસ બનશે વધારે સ્માર્ટ,લોકોને ઝડપી મદદ મળશે, ગૃહ વિભાગને શું શું મળ્યું

Gujarat Budget 2024 home police, ગુજરાત બજેટ 2024 ગૃહ : નાણામંત્રી કનુ દેસાઇએ ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક, લોકોની સુરક્ષા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

Gujarat Budget 2024 home police, ગુજરાત બજેટ 2024 ગૃહ : નાણામંત્રી કનુ દેસાઇએ ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક, લોકોની સુરક્ષા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Budget 2024, Gujarat Budget Live Updates, Budget 2024, ગુજરાત બજેટ 2024

ગુજરાત બજેટ 2024, ગૃહ વિભાગને શું મળ્યું photo- X/ Gujarat police

Gujarat Budget 2024, home department, ગુજરાત બજેટ 2024 ગૃહ : નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. જેમાં વિવિધ પાસાઓને આવરી લીધા છે. નાણામંત્રીએ ગુજરાત બજેટ 2024 ગૃહ વિભાગ પર પણ વધારે ભાર આપ્યો છે. ગુજરાતની જનતાની સુરક્ષા અને ગુજરાત પોલીસને વધારે સ્માર્ટ બનાવવાની જોગવાઈઓ કરી છે. આ ઉપરાંત ગુજરાત બજેટ 2024 ગૃહ વિભાગને શું શું મળ્યું અહીં જાણીએ.

Advertisment

ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.

ગુજરાત બજેટ 2024 ગૃહ : વિભાગને શું શું મળ્યું

  • શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે ₹ 120 કરોડની જોગવાઈ.
  • પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે ₹ 115 કરોડની જોગવાઇ.
  • જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે ₹ 94 કરોડની જોગવાઇ.
  • શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે ₹ 69 કરોડની જોગવાઇ.
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે ₹ 57 કરોડની જોગવાઇ.
  • આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે ₹ 38 કરોડની જોગવાઇ.
Gujarat Budget 2024, Gujarat Budget Live Updates, Budget 2024, ગુજરાત બજેટ 2024
ગુજરાત બજેટ 2024 રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત બજેટ 2024 ગૃહ : પોલીસ માટે આધુનિકીકરણ યોજના

  • પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે ₹ 30 કરોડની જોગવાઇ.
  • SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર ₹ 25 કરોડની જોગવાઇ.
Advertisment

આ પણ વાંચોઃ- ગુજરાત બજેટ 2024 હાઇલાઇટ્સ : ખેડૂતોને વીમા રક્ષણ, કૃષિ અને સહકાર વિભાગને શું મળ્યું?

  • ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે ₹ 18 કરોડની જોગવાઇ.
  • ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા ₹ 15 કરોડની જોગવાઇ.
budget 2024 બજેટ gujarat budget ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત