Gujarat Budget 2024 Kanu Desai Education Budget : ગુજરાત બજેટ 2024માં કન્યાઓ અને વિદ્યાર્થીનીઓ માટે નવી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇ દ્વારા બજેટ ભાષણમાં કન્યાઓ અને વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરી છે. બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2024 Live : નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે?
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇએ બજેટ ભાષણમાં નમો લક્ષ્મી યોજનાની ઘોષણા કરી છે. નમો લક્ષ્મી યોજના સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે છે. આ યોજના માટે બજેટમાં 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2024 Live : નમો સસ્વતી યોજનાનો લાભ કોને મળશે?
ગુજરાત બજેટ 2024-25માં નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના માટે બજેટમાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ લાભ રાજ્યની ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે.
Gujarat Budget 2024 Live : બજેટમાં શિક્ષણ વિભાગ માટે ₹ 55,114 કરોડની ફાળવણી
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાનું ત્રીજું નાણાકિય વર્ષ 2024-25નું વાર્ષીય ગુજરાત બજેટ 2024 રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ વિભાગ માટે ₹ 55,114 કરોડની ફાળવણી કરવાની સાથે સાથે વિવિધ યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે.
આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : મહેસાણા સહિત આ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે
બજેટ 2024 – 25માં 6 હજાર શાળાઓમાં 1 લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી 15 હજાર શાળાઓમાં ૨ લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. ગુજરાત બજેટ 2024માં શિક્ષણ વિભાગની ઘોષણા માટે વાંચવા ક્લિક કરો