Gujarat Budget 2024 Highlights, ગુજરાત બજેટ 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ બજેટ 2024 રજૂ કર્યું છે. ત્યારે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં સવારે ગુજરાત બજેટ 2024 કરી રહ્યા છે.. ગુજરાત બજેટ 2024માં ગુજરાતના નાગરિકોને ગણી અપેક્ષાઓ છે. રાજ્ય વિધાનસભાનાં બજેટ સત્રના બીજા દિવસે ગુજરાત બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે.
ગુજરાત બજેટ 2024 પહેલા રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું ભાષણ
ગુજરાત બજેટ સત્રમાં તેમના ભાષણમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતના જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે.
આ સિવાય વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને ‘સ્માર્ટ ગ્રંથાલય’ તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. તો ગુજરાત સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે. છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં ૩.૫૩ ઘણી વૃદ્ધિ હાંસલ થઈ છે.