Gujarat Budget 2024 updates: ગુજરાત બજેટ 2024 રાજ્યની નગરપાલિકાઓને ફળ્યું છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી એવી મહેસાણા, આણંદ સહિત સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેમનું ત્રીજુ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ સમયે નાણામંત્રીએ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મહત્વની જાહેરાત કરી છે.
નાણામંત્રી કનુભાઈઈ દેસાઈએ બજેટ સમયે કહ્યું કે, રાજ્યમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તો જોઈએ કઈ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.
ગુજરાત બજેટ 2024 – આ સાત નગરપાલિકા મહાનગરપાલિકા બનશે
- નવસારી
- મોરબી
- વાપી
- ગાંધીધામ
- આણંદ
- સુરેન્દ્રનગર-વઢવાણ
- મહેસાણા
ગુજરાત બજેટ 2024 બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રવચન આપ્યું હતુ, જેમાં તેમણે શિક્ષણ વિભાગ, તથા વિદ્યાર્થીઓ, સગર્ભા મહિલાઓ, આરોગ્ય સહિત સહાય માટેની જાહેરાતો પણ કરી હતી, જેમાં ધોરણ 09,10 ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 10,000 અને ધોરણ 11,12ના વિદ્યાર્થી માટે 15,000 ની વાર્ષિક સહાયની જાહેરાત કરી હતી. આ સિવાય તેમણે સગર્ભા મહિલાઓ માટે 12,000 રૂપિયાની જાહેરાત કરી હતી.