ગુજરાત બજેટ 2024 : યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકોને જામીનગીરી વગર લોન મળશે, જાણો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને બજેટમાં શું મળ્યું

Gujarat Budget 2024 Industries Mines Department : ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇએ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઇ કરી છે. ધોલેરા સર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણાંકીય સહાય ફાળવણી છે.

Written by Ajay Saroya
February 02, 2024 15:14 IST
ગુજરાત બજેટ 2024 : યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકોને જામીનગીરી વગર લોન મળશે, જાણો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને બજેટમાં શું મળ્યું
Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024માં ઉદ્યોગ ખાણ વિભાગ માટે 9228 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Gujarat Budget 2024 Industries Mines Department : ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇએ વેપાર – ધંધા અને ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે. બજેટ 2024માં યુવા મહિલા ઉદ્યોગસાહસિકો માટે કોલેટરલ ફી લોન, સ્પેસ સેક્ટર માટે મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપવા તેમજ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે નાણાંકીય સહાયની જાહેર કરવામાં આવી છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડનું બજેટ : કનુ દેસાઇ

ગુજરાત બજેટ 2024 ભાષણમાં કનુ દેસાઇએ જણાવ્યું કે, રાજયના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે. રાજયમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યાં છે. એડવાન્‍સ મેન્યુફેકચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ, એરક્રાફટ મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકીકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે.

Gujarat Budget 2024, Gujarat Budget Live Updates, Budget 2024, ગુજરાત બજેટ 2024
ગુજરાત બજેટ 2024 રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈ

તેમણે ઉમેર્યું કે, ન્યુએજ ઇન્‍ડ્રસ્ટીઝ થકી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારત બનાવવા સરળ નીતિઓ, નાણાકીય પ્રોત્સાહન અને કાયદાકીય મંજૂરીઓમાં સરળતા માટે અમારી સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘Manufacturing Hub’ બનાવવામાં આવશે.

ગુજરાત બજેટ 2024 : ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 1600 કરોડની જોગવાઈ

ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1600 કરોડની જોગવાઈ.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે 1550 કરોડની જોગવાઈ.

મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1145 કરોડની જોગવાઈ.

ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે 440 કરોડની જોગવાઇ.

ગુજરાત બજેટ 2024 : સ્ટાર્ટઅપ્સ માટે 120 કરોડની સહાય

સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે 120 કરોડની જોગવાઈ.

લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા 100 કરોડની જોગવાઈ.

GIDC વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમીટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે 136 કરોડની જોગવાઈ.

લોજિસ્ટીક ફેસિલિટીમાં વધારો કરવા ઔદ્યોગિક અને આંતરિક માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા 25 કરોડની જોગવાઈ.

સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા, કોમન સ્પ્રે ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા-પાણીના પ્રદૂષણ માટેની મોનિટરીંગ સિસ્ટમ ઊભી કરવા માટે 90 કરોડની જોગવાઈ.

National Startup Day | Startup | Startup India | National Startup Day 2024
ભારતમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. (Photo – Freepik)

ગુજરાત બજેટ 2024 : ધોલેરા SIR માટે 62 કરોડની ફાળવણી

ગુજરાત બજેટ 2024માં ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ખાતે વિવિધ આંતરમાળખાકીય કામો ઉપરાંત સામાજિક સવલતો ઉભી કરવા માટે 62 કરોડની જોગવાઈ.

ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ.એસ.ઈ. યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ MSME ને કોલેરેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઉભુ કરવા 25 કરોડની જોગવાઈ.

નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા અને સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા 7 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : PM જન આરોગ્ય માટે 3110 કરોડની જોગવાઇ, 10 લાખ સુધી કેશ લેસ સારવાર મળશે

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ

ગુજરાત બજેટ 2024માં One District One Product (ODOP) સહાય યોજના અંતર્ગત કારીગરોના સર્વાંગી વિકાસ માટેનું આયોજન.

પી.એમ.વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ/ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન.

શ્રી વાજપાઇ બેંકે બલ યોજના અન્વયે ૪૨ હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા 262 કરોડની જોગવાઇ.

માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત 35 હજાર લાભાર્થીઓ માટે 53 કરોડની જોગવાઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ