/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Finance-Minister-Kanubhai-Desai.jpg)
Finance Minister Kanubhai Desai: ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ. (તસવીર: CMO Gujarat)
Gujarat Budget 2025 Highlights Updates (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ): ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માટે ગુજરાતનું 370250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટ ભાષણાં કહ્યું કે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત દેશની કુલ જીડીપીમાં 3.8 ટકા યોગદાન આપે છે. ગુજરાત બજેટ રજૂ કરતી વખતે કનુભાઇ દેસાઇએ 4 નવા વિધાયક અને ઘણી ઘોષણાઓ કરી છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.
- Feb 20, 2025 14:05 IST
200 એમ્બ્યુલન્સ ખરીદવા 48 કરોડની જોગવાઇ
એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવાશે
ગુજરાત બજેટ 2025માં 108 ઇમરજન્સી સેવા વધારવા માટે 200 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે, તેની માટે 48 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
- Feb 20, 2025 14:02 IST
નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની બજેટ જોગવાઇ.
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડ રૂપિયાની જોગવાઇ.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ.
એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે 223 કરોડની જોગવાઇ.
- Feb 20, 2025 14:00 IST
સૂર્યોદય યોજના, બજેટમાં 2175 કરોડની ફાળવણી
ગુજરાત સરકાર જગતના તાત એવા અન્નદાતા માટે હંમેશા સંવેદનશીલ છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય હોય છે. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાય છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹ 2175 કરોડની ફાળવણી કરવામાં આવે છે.
- Feb 20, 2025 13:58 IST
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 2000 કરોડની ફાળવણી
ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹ 2000 કરોડની જોગવાઇ કરવામાં આવી.
- Feb 20, 2025 13:55 IST
ડ્રગ્સનું દૂષણ રોકવા Anti Narcotics Task Force બનશે, 352 કરોડની જોગવાઇ
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ 352 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
- Feb 20, 2025 13:53 IST
પોલીસ વિભાગમાં 14 હજાર નવી ભરતી કરાશે
ગુજરાત બજેટ ભાષણમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પોલીસ વિભાગમાં 14 હજારથી નવી ભરતી કરવાની ઘોષણા કરી છે. કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
- Feb 20, 2025 13:51 IST
2060 બસ ખરીદવા 1128 કરોડની જોગવાઇ
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ 2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે 1128 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. ગ્રામ્ય વિસ્તારો માંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીડી બસ ખરીદવાનો પ્રસ્તાવ છે.
- Feb 20, 2025 13:50 IST
Gujarat Budget 2025 Live: મેટ્રો રેલ માટે 2730 કરોડની જોગવાઇ
અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2નું કામ ડfસેમ્બર 2025માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹૨૭૩૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
- Feb 20, 2025 13:48 IST
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે 350 કરોડની ફાળવણી
સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના વિકાસ કામકાજ માટે આ બજેટમાં ₹૩૫૦ કરોડની ફાળવણી કરી છે.
- Feb 20, 2025 13:45 IST
મેટ્રો રેલ માટે 27030 કરોડની જોગવાઇ
મેટ્રો રેલ માટે 27030 કરોડની જોગવાઇ
રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે - (1) ડીસા થી પીપાવાવ એક્સપ્રેસ વે (2) અમદાવાદ - રાજકોટ એક્સપ્રેસ-વે સૌરાષ્ટ્રના દરિયાકાંઠેાને જોડશે
- Feb 20, 2025 13:43 IST
નવા ઘર માટે 1.70 લાખની સરકારી સબસિડી
નવા ઘર માટે સરકારી સબસિડી 1.20 લાખથી વધારી 1.70 લાખ રૂપિયા કરાઇ
ઘરના ઘરનું સપનું પુરુ થશે, 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન
- Feb 20, 2025 13:36 IST
બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી, સખી સહાય યોજનાની જાહેરાત
શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી
મધ્યાહ્ન ભોજન 551 કરોડની જોગવાઇ, 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન સ્થાપવામાં આવશે
શિષ્ટવૃત્તિ યોજના માટે 4827 કરોડ
10 જિલ્લામાં સમરસ છાત્રાલય બનશે
સખી સહાય યોજનાની જાહેરાત
ગુજરાતના અમદાવાદ સહિત મુખ્ય શહેરોમાં વર્કિગ વુમન હોસ્ટેલ બનાવશે
- Feb 20, 2025 13:29 IST
ખેડૂત લોન માટે 252 કરોડ રૂપિયાની જોગવાઇ
ખેડૂત લોન માટે 252 કરોડ રૂપિયાની જોગવાઇ
ગુજરાતના ખેડૂતો અને પશુપાલક અને સાગર ખેડૂતોને લાભ મળશે
ખેડૂતોના ઓછા વ્યાજે કૃષિ લોન મળશે
કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવી છે, જેનો ગુજરાતમાં અમલ થશે
- Feb 20, 2025 13:22 IST
ગુજરાતનું બજેટ કદ ₹ 3.70 લાખ કરોડ
ગુજરાત નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગુજરાતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માટે ગુજરાતનું 370250 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
- Feb 20, 2025 13:18 IST
ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન, દેશની જીડીપીમાં 3.8 ટકા યોગદાન
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં ગુજરાત બજેટ 2025-26 રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટ ભાષણાં કહ્યું કે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત દેશની કુલ જીડીપીમાં 3.8 ટકા યોગદાન આપે છે.
- Feb 20, 2025 11:35 IST
કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઇ દેસાઇ બેગની બદલે લાલ પેથીમાં ગુજરાત બજેટ 2025 રજૂ કરવાના છે. જો કે ગુજરાતનું બજેટ રજૂ થવાની પહેલા વિધાનસભા પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
#Gujarat's State Finance Minister Kanubhai Desai will present the state budget for the year 2025 -26 today.#GujaratBudget2025 | pic.twitter.com/IZnmBQ2XZC
— All India Radio News (@airnewsalerts) February 20, 2025
- Feb 20, 2025 11:23 IST
જન કલ્યાણકારી બજેટ હશે : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ 2025-26 રજૂ કરવાના છે. તેઓ જનકલ્યાણકારી બજેટ આપશે.
- Feb 20, 2025 10:55 IST
ગુજરાત બજેટ રેકોર્ડ 4 લાખ કરોડ આસપાસ રહેવા સંભવ
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. આગામી નાણાકીય વર્ષ 2025-26ના બજેટનું કુલ કદ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવા સંભવ છે. ગત વર્ષે 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે.
- Feb 20, 2025 09:09 IST
Gujarat Budget 2025 live : બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું હતું ભાષણ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.
- Feb 20, 2025 09:07 IST
Gujarat Budget 2025 live : આજે નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us