Gujarat Budget 2025 : ગુજરાતનું વર્ષ 2025-26નું ₹ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું છે. ત્યારે નાણાંત્રીએ શિક્ષણ વિભાગ માટે ₹ 59,999 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે.
શિક્ષણ વિભાગ માટેના બજેટમાં કોને શું મળ્યું?
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- નમો લક્ષ્મી યોજના માટે ₹ 1250 કરોડની જોગવાઇ.
- રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઇ.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઇ.
- એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઇ.
- જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹200 કરોડની જોગવાઇ.
- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
ગુજરાત બજેટ સહિતના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹100 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹70 કરોડની જોગવાઇ.





