Gujarat Budget: ગામડામાં રોડ રસ્તાના વિકાસ માટે ₹ 5000 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં માર્ગ અને મકાન માટે કેટલા ફાળવ્યા

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025-25માં રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
Updated : February 20, 2025 16:46 IST
Gujarat Budget: ગામડામાં રોડ રસ્તાના વિકાસ માટે ₹ 5000 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં માર્ગ અને મકાન માટે કેટલા ફાળવ્યા
Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ₹ 600 કરોડની જોગવાઇ કરી છે. (Photo: Freepik)

Gujarat Budget 2025 Highlights (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ): ગુજરાત બજેટ 2025માં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યમાં માર્ગ અને મકાનના વિકાસ માટે મોટી ઘોષણાઓ કરી છે. તેમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે, રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત બજેટ 2025-25માં રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ.

પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹૨૬૩૭ કરોડની જોગવાઇ.

ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્‍વયે ₹૧૬૫૯ કરોડના ખર્ચે કુલ ર૯ કામો પ્રગતિ હેઠળ.

ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ₹૯૩૭ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની ૬૬૦ કિ.મી.ની કામગીરી માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે ₹૫૨૮ કરોડની જોગવાઇ.

આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.

કવોરીઓ જેવી કે સણવલ્‍લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા.

નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹૩૮૫ કરોડની જોગવાઇ.

હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ ૧૬ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે ₹૨૮૫ કરોડની જોગવાઇ.

ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન–નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.

નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના બંદરોને જોડતા ૨૮ હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે ₹૧૮૭ કરોડની જોગવાઇ.

રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.

ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના ૧૪૨ કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે ₹૧૩૧ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો | ગુજરાત બજેટમાં સુરતના પ્રવાસ ઉદ્યોગ માટે મોટી ઘોષણા, જાણો કેટલા કરોડ ફાળવ્યા

વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ₹૧૨૩ કરોડની જોગવાઇ.

ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના ૧૬૮૦ ક્વાટર્સનાં કામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.

ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે ₹૮૫ કરોડની જોગવાઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ