Gujarat Budget: ગુજરાત બજેટમાં સુરતના પ્રવાસ ઉદ્યોગ માટે મોટી ઘોષણા, જાણો કેટલા કરોડ ફાળવ્યા

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ ભાષણમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે, જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.

Written by Ajay Saroya
Updated : February 20, 2025 16:01 IST
Gujarat Budget: ગુજરાત બજેટમાં સુરતના પ્રવાસ ઉદ્યોગ માટે મોટી ઘોષણા, જાણો કેટલા કરોડ ફાળવ્યા
Gujarat Budget 2025 Highlights : ગુજરાત બજેટ 2025-25માં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે કુલ ₹૨૭૪૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2025 Highlights (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ): ગુજરાત બજેટ 2025-26માં નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ રાજ્યના પ્રવાસ ઉદ્યોગને વિકાસ અને વેગ આપવા માટે બજેટમાં મોટી ઘોષણાઓ કરી છે. બજેટ ભાષણમાં કનુભાઇ દેસાઇ એ કહ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટૂરિઝમ પોલિસી, હેરિટેજ ટૂરિઝમ પોલિસી તેમજ ગુજરાત હોમસ્ટે પોલિસી જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે. જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.

ગુજરાત બજેટ 2025-25માં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે કુલ ₹૨૭૪૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ₹ર૧૫ કરોડની જોગવાઇ.

ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ₹૨૧૦ કરોડની જોગવાઇ.

સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹૫૦ કરોડની જોગવાઇ.

નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો | ગુજરાત બજેટમાં ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે ₹ 8958 કરોડની જોગવાઇ

ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”(ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.

પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ₹૧૫ કરોડની જોગવાઇ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ