Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટમાં ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે ₹ 8958 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025માં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ એ ધોલેરા SIR ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ વિકસાવવા ₹ 200 કરોડની બજેટ ફાળવણી કરી છે.

Written by Ajay Saroya
February 20, 2025 15:42 IST
Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટમાં ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે ₹ 8958 કરોડની જોગવાઇ
Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025-26માં ધોલેરા SIR માટે ₹ 200 કરોડની ફાળવણી કરી છે. (Photo: Freepik

Gujarat Budget 2025 Highlights (ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ): ગુજરાત બજેટ 2025-26માં નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ રાજ્યના ઉદ્યોગ ધંધા અને ખાણ ક્ષેત્ર માટે બજેટમાં મોટી ઘોષણાઓ કરી છે. બજેટ અંદાજપત્રમાં ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે 8958 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. બજેટ ભાષણમાં કનુભાઇ દેસાઇ એ કહ્યું હતું કે, ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથો સાથ રોકાણકારોને આકર્ષિત કરવા MSME, મેન્યુફેકચરીંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે. જેને કારણે આજે ધમધમતુ અર્થતંત્ર એ ગુજરાતની ઓળખ બની ગયેલ છે. ખાસ આર્થિક ઝોન અને નાણાકીય હબ દ્વારા વૈશ્વિક રોકાણને આકર્ષવા, ઇન્‍ડ્રસ્ટીયલ પાર્ક, ક્લસ્ટર ડેવલપમેન્‍ટ અને ઇન્‍ફ્રાસ્ટ્રકચર સુધારણા તેમજ રોજગારી અને સ્કીલ ડેવલપમેન્‍ટ જેવા ક્ષેત્રમાં સરકાર સતત આગળ વધી રહી છે.

ઉદ્યોગ અને ખાણ માટે ગુજરાત બજેટમાં ઘોષણા

અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹૭૮૫ કરોડની જોગવાઇ.

ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹૨૯૦ કરોડ તેમજ ૪૨ કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹૨૨૫ કરોડ એમ કુલ ₹૫૧૫ કરોડની જોગવાઇ.

પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે PPPના ધોરણે આસિસ્ટન્‍ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.

ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹૨૦૦ કરોડની જોગવાઇ.

ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના-૨૦૨૧ અંતર્ગત ₹૨૫ કરોડની જોગવાઇ.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹ 890 કરોડની જોગવાઇ.

કુટિર, ગ્રામોદ્યોગ, હાથશાળ-હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારીની તેમજ આજીવિકાની તકો ઊભી કરી તેમની આવક અને જીવનધોરણમાં સતત સુધારો કરી વોકલ ફોર લોકલને આગળ ધપાવવા રાજ્ય સરકાર સક્રીય રીતે કામ કરી રહી છે.

હસ્તકલા અને હાથશાળની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી સહકારી મંડળીઓને પેકેજ યોજના અંતર્ગત ₹૭૬ કરોડની જોગવાઇ.

ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ.

માનવ કલ્યાણ યોજના અન્વયે ઇ-વાઉચર મારફત લાભાર્થીઓને ટુલકીટ સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો | ગુજરાતમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી સ્થપાશે, શ્રમ રોજગાર માટે 2782 કરોડની બજેટ જોગવાઇ

ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટીકામ સાથે સંકળાયેલ તથા અન્ય રોજગારલક્ષી તાલીમો માટે ₹૧૩ કરોડની જોગવાઇ.

દેશભરના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ માટેનો મંચ પૂરો પાડવા વડોદરા અને ડીસા ખાતે અર્બન હાટ સ્થાપવાનું આયોજન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ