Gujarat Budget 2025: ગુજરાતમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી સ્થપાશે, શ્રમ રોજગાર માટે 2782 કરોડની બજેટ જોગવાઇ

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025ના ભાષણમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું કે, રાજ્યમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2782 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
February 20, 2025 15:21 IST
Gujarat Budget 2025: ગુજરાતમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી સ્થપાશે, શ્રમ રોજગાર માટે 2782 કરોડની બજેટ જોગવાઇ
Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025-26માં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2782 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.

Gujarat Budget 2025 Highlights: ગુજરાત બજેટ 2025 -26માં નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રાજ્યમાં નોકરી રોજગારીને પ્રોત્સાહન આપવા મોટી ઘોષણાઓ કરી છે. ગુજરાત બજેટ 2025માં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2782 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. બજેટ ભાષણમાં તેમણે કહ્યું હતુ કે, અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત બજેટ 2025ની મુખ્ય ઘોષણાઓ આ મુજબ છે

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરવા 206 કરોડ રૂપિયાની જોગવાઇ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે 73 કરોડ રૂપિયા ફાળવાશે.શ્રમિક બસેરા યોજના માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ₹૧૨૨ કરોડની જોગવાઇ.શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૯૦ કરોડની જોગવાઇ.

બાંધકામ શ્રમિકોને કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન તાલીમ આપવા ₹૭૫ કરોડની જોગવાઇ.સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક ₹૫૦૦ કરવામાં આવે છે. જેના માટે ₹૭૦ કરોડની ફાળવણી.

ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ₹૫૦ કરોડ ખર્ચાશે.સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની પ્રાયોગિક તાલીમ, અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે ₹૪૨ કરોડની જોગવાઇ.કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી ખાતે ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે ₹૪૦ કરોડની જોગવાઇ.ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી યોજનાઓ માટે ₹૨૯ કરોડની જોગવાઇ.કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે ₹૨૭ કરોડની જોગવાઇ.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ