Gujarat Budget 2025 latest updates : ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું હતું. સતત ચોથી વાર બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈએ અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતન વર્ષ 2025-26ના બજેટમાં કરાયેલી ₹ 3,70,250 કરોડની જોગવાઈઓ અંતર્ગત ગૃહ વિભાગ માટે ₹12659 કરોડ અને કાયદા વિભાગ માટે કુલ ₹2654ની જોગવાઈઓની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાઈએ કે નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહવિભાગ અને કાયદા વિભાગેને શું શું આપ્યું છે
ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ
- રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.
- રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ.
- રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹63 કરોડની જોગવાઇ.
- સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹10 કરોડની જોગવાઇ.
- રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹30 કરોડની જોગવાઇ.
- એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹23 કરોડની જોગવાઇ.
ગુજરાત બજેટ સહિતના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹44 કરોડની જોગવાઇ.
- રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63કરોડની જોગવાઇ.
- રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹982 કરોડની જોગવાઇ.
- વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹217 કરોડની જોગવાઇ.
- વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.
કાયદા વિભાગ માટે કુલ ₹2654 કરોડની જોગવાઇ
- દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.
- વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹308 કરોડની જોગવાઇ.
- ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે ₹165 કરોડની જોગવાઇ.
- હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે ₹૨૮ કરોડની જોગવાઇ.





