/indian-express-gujarati/media/media_files/2026/02/18/gujarat-budget-2026-ev-subsidy-announcement-2026-02-18-16-38-40.jpg)
Gujarat Budget 2026 EV Subsidy Announcement: ગુજરાત બજેટ 2026માં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની ખરીદી પર સબસિડી આપવાની ઘોષણા થઇ છે. Photograph: (Freepik)
Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના વપરાશને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ કહ્યું કે, બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા માટે 16 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ચાર્જિંગ સુવિધાઓના વિકાસ માટે 50 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટ 2026માં ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹ 429 કરોડની જોગવાઇ.
ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.
સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹ 278 કરોડની જોગવાઇ.
બેટરી સંચાલિત EV દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા ₹ 16 કરોડની જોગવાઇ.
ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹ 12 કરોડની જોગવાઇ.
રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા ₹ 9 કરોડની જોગવાઇ.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹ 7 કરોડની જોગવાઇ.
ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹ 5 કરોડની જોગવાઇ.
આ પણ વાંચો | ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો તમને શું મળ્યું
રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.
ઊર્જા સંરક્ષણ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી.
ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા હેતુ એર્જી ઇનોવેશન ફંડ માટે 5 કરોડ રૂપિયાનો જોગવાઇ કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us