Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026 આજે વિધાનસભામાં રજૂ થશે, જાણો નાણામંત્રી કનુભાઈ દેસાઈ કેટલું ભણેલા છે?

Gujarat FM Kanu Desai Present Budget 2026: ગુજરાત બજેટ 2026 રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં 18 ફેબ્રુઆરી એ રજૂ કરવામાં આવશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. શું તમે જાણો છો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કેટલું ભણેલા છે?

Gujarat FM Kanu Desai Present Budget 2026: ગુજરાત બજેટ 2026 રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં 18 ફેબ્રુઆરી એ રજૂ કરવામાં આવશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. શું તમે જાણો છો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કેટલું ભણેલા છે?

author-image
Ajay Saroya
New Update
Gujarat Budget 2026 Kanu Desai | Gujarat Budget 2026 | Kanu Desai

Gujarat Budget 2026 Kanu Desai : ગુજરાત બજેટ 2026 રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. Photograph: (IE Gujarati)

Gujarat Budget 2026 News : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2026-27 વિધાનસભામાં 18 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાના છે. નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રીય બજેટમાં ગુજરાતના સર્વાંગી વિકાસ, વેપાર ધંધાની પ્રગતિ, સામાજીક સુરક્ષા અને સુખાકારી માટે મોટી ઘોષણાઓ થઇ શકે છે. વર્ષ 2047ના વિકસીત ગુજરાત, વિકસીત ભારતનું વિઝન સાકાર કરવાની રૂપરેખાને અનરૂપ બજેટ 2026 ઘોષણાઓ હોઇ શકે છે.

Advertisment

ગુજરાત બજેટ 2026 ક્યારે અને કેટલા વાગે રજૂ થશે?

ગુજરાત બજેટ 2026 રાજ્યની વિધાનસભામાં 18, ફેબ્રુઆરી, બુધવારે રજૂ થશે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 12 વાગે નાણાકીય વર્ષ બજેટ 2026 -27 રજૂ કરવાના છે. આમ તો 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે વિધાનસભામા બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતનું બજેટ 2026 સત્ર 25 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ બજેટ પ્રસ્તાવોને મંજૂરી અને ઘણા મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે.

બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર વિધાનસભામાં અનેક બિલો રજૂ તેવી અપેક્ષા છે. વિધાનસભામાં અત્યાર સુધી 3 બિલ રજૂ થયા છે- (1) ગુજરાત આતંકવાદ નિયંત્રણ અને સંગઠિત ગુના (સુધારા) બિલ 2026, (2) સૌરાષ્ટ્ર ઘરખેડ ભાડૂઆત સમાધાન અને ખેતીની જમીન (ગુજરાત સુધારો) બિલ 2026 અને (3) ગુજરાત દુકાનો અને સ્થાપના (રોજગારનું નિયમન અને સેવાની શરતો) (સુધારા) બિલ, 2026.

કનુભાઈ દેસાઈ અત્યાર સુધી કેટલા બજેટ રજૂ કર્યા?

કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે. કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા પરથી ભાજપના ધારાસભ્ય છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અભ્યાસની વાત કરીયે તો તેમણે બી.કોમ અને એલએલબી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2021માં ભાજપની નો રિપિડ થિયરી લાગુ થતા કનુભાઈ દેસાઈને ગુજરાતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું, જેનુ કુલ કદ બે લાખ 43065 કરોડ રૂપિયા હતું.

Advertisment
gujarat budget ગુજરાત બજેટ