/indian-express-gujarati/media/media_files/2026/02/18/gujarat-budget-26-27-2026-02-18-11-31-52.jpg)
ગુજરાત બજેટ નાણામંત્રી કનુ દેસાઈ Photograph: (x)
Gujarat Budget 2026 Kanu desai Speech LIVE: ગુજરાત વિધાનસભામાં આજે 18 ફેબ્રુઆરી 2026ના બુધવારના રોજ ગુજરાતનું બજેર રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત વિધાનસભામાં બજેટ 2026 રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ ફુલ ગુલાબી રહેશે. ઉલ્લેખનીય છે કે જરાતના બજેટ ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે નોંધાયેલો છે. તેમણે કુલ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.
- Feb 18, 2026 11:46 IST
Gujarat Budget 2026 LIVE Updates: કાળા રંગની બેગ સાથે નાણાંમંત્રીની તસવીર આવી સામે
નાણામંત્રી કનુ દેસાઈ પોતાનું પાંચમુ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે બજેટ રજૂ કરે એ પહેલા ટ્વીટ ઉપર તેમણે પોસ્ટ કરી હતી. જેમાં કાળા રંગની બજેટ બેગ દેખાઈ રહી છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વિકસિત ભારત @ ૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવા માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાતને નવી ઊર્જા પ્રદાન કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સપનાઓને નવી દિશા આપતું ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ આજરોજ… pic.twitter.com/H6ZF8KEMR7
— Kanu Desai (@KanuDesai180) February 18, 2026 - Feb 18, 2026 10:21 IST
Gujarat Budget 2026 LIVE Updates: નાણામંત્રી કનુભાઈ દેસાઈ અત્યાર સુધી કેટલા બજેટ રજૂ કર્યા?
કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે. કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા પરથી ભાજપના ધારાસભ્ય છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અભ્યાસની વાત કરીયે તો તેમણે બી.કોમ અને એલએલબી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2021માં ભાજપની નો રિપિડ થિયરી લાગુ થતા કનુભાઈ દેસાઈને ગુજરાતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું, જેનુ કુલ કદ બે લાખ 43065 કરોડ રૂપિયા હતું.
- Feb 18, 2026 09:04 IST
Gujarat Budget 2026 LIVE Updates: પૂર્વ નાણાંમંત્રી નિતિન પટેલે 9 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું
ગુજરાતના પૂર્વ નાણાંમંત્રી નિતિન પટેલે 9 વખત બજેટ રજૂ કર્યું હતું. આ પૃષ્ઠભૂમિ વચ્ચે કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
- Feb 18, 2026 09:03 IST
Gujarat Budget 2026 LIVE Updates: પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાએ 18 વખત ગુજરાતનું બજેટર રજૂ કર્યું હતું
ગુજરાતના બજેટ ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે નોંધાયેલો છે. તેમણે કુલ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, જે આજે પણ અખંડિત રેકોર્ડ તરીકે માનવામાં આવે છે.
- Feb 18, 2026 09:02 IST
Gujarat Budget 2026 LIVE Updates: આજે નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે
આજે 18 ફેબ્રુઆરી 2026ના બુધવારના રોજ બપોરે 1 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત વિધાનસભામાં બજેટ 2026 રજૂ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us