Gujarat Budget: ગુજરાત બજેટ સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે શરૂ, ભાષણની 5 મુખ્ય વાતો

Gujarat Budget Session: ગુજરાત બજેટ સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે પ્રારંભ થયો છે. ગવર્નર આયાર્ય દેવવ્રતે સંબોધનમાં ગુજરાતની વિકાસ યાત્રાના મુખ્ય પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો.

Written by Ajay Saroya
February 19, 2025 16:24 IST
Gujarat Budget: ગુજરાત બજેટ સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે શરૂ, ભાષણની 5 મુખ્ય વાતો
Gujarat Vidhan Sabha Budget Session: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 19 ફેબ્રુઆરી થી 28 માર્ચ, 2025 સુધી ચાલશે. (Photo: Social Media)

Gujarat Budget Session: ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થઇ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમા સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનના મુખ્ય અંશો

ગુજરાત શબ્દ કાને પડતાં જ વિકાસનો નકશો માનસપટ પર અંકિત

ગુજરાત વિધાનસભામાાં બજેટ સત્રની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ગુજરાત શબ્દ કાને પડતાં જ વિકાસનો નકશો આપણા માનસપટ પર અંકિત થઇ જાય છે. ગુજરાતના આટલા વર્ષના ઇતિહાસમાં છેલ્લા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણકાળ તરીકે લોકહૃદયમાં અંકિત થઇ ગયો છે. આ સફર આજે પણ એટલી જ ત્વરિત રીતે આગળ વધી રહી છે. રાજ્યમાં નરી આંખે દેખાતો વિકાસ, સામાન્યજનને સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતીની અનુભૂતિ તથા શાસનની સંવેદનશીલતા અને પારદર્શિતા આ બધું જ ગુજરાતે જોયું, જાણ્યું અને અનુભવ્યું છે.

સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સરદાર સાહેબે દેશના રાજા રજવાડાઓને એક સૂત્રમાં બાંધી ભારતને સાર્વભૌમત્વને સાકાર સ્વરૂપ આપ્યું છે. વર્ષોની ગુલામી માંથી બહાર લાવી ભારતના નાગરિકોને સ્વતંત્રતા અપાવવામાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન છે, આથી તેમને અસરદાર સરદાર કહેવામાં પણ અતિશયોક્તી નથી.

ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના

વર્ષ 2014થી ભારત રત્ન અટલબિહારી વાજયેપીજીના જન્મદિન 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં વર્ષ 2024નો સુશાસન દિવસ જનસેવા, જનકલ્યાણ અને રોજગાર અવસરનો ઉત્સવ બન્યો હતો. સુશાસન દિવસથી પ્રજાહિતની યોજનાઓ અને લોકોપયોગી સુવિધાઓમાં ટૅકનોલૉજીના વ્યાયપક ઉપયોગની વિવિધ પહેલો તથા પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે જનહિતલક્ષી નિર્ણયો લેવાયા હતા, જેમા ગુજરાતને ટેક્નોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજીક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

ગુજરાતની વિકાસ યાત્રામાં GYAN કેન્દ્ર બિંદુ

ગુજરાતની વિકાસ યાત્રા અને આયોજન કાર્યક્રમોમાં ગ્યાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રો-એવક્ટિ પૉવલસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઇસ બન્યું છે. પોલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતા રાજ્ય તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોનો સિંહફાળો છે.

વિકસીત ગુજરાત@2047 રોડમેપ

ગુજરાત સરકારે વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલ – મુખ્ય સ્તંભો પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન સુગમ અને સર્વોત્તમ બનાવવાનો પ્રયાસ કરશે. રાજ્યના ઔદ્યોગિક પ્રગતિના સીમાચિહ્ન રૂપ ધોલેરા પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવાનું છે. રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લેગ અને પ્લે સુવિધા વિકસાવી છે. ગુજરતા સેમીકન્ડક્ટર પોલિસી અમલમાં મુકનાર દેશનું પ્રથમ રાજ્ય છે.

20 ફેબ્રુઆરી ગુજરાત બજેટ 2025 રજૂ થશે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર 19 ફેબ્રુઆરી થી 28 માર્ચ, 2025 સુધી ચાલશે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ