ગુજરાત મંત્રી મંડળમાં નવા 17 ચહેરાઓને મળ્યું સ્થાન, આ નવા મંત્રીઓ વિશે જાણો બધી જ માહિતી

Gujarat New Cabinet : ગુજરાતમાં નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નવા મંત્રી મંડળમાં 17 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. અહીં નવા જાહેર કરાયેલા 17 મંત્રીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : October 17, 2025 19:02 IST
ગુજરાત મંત્રી મંડળમાં નવા 17 ચહેરાઓને મળ્યું સ્થાન, આ નવા મંત્રીઓ વિશે જાણો બધી જ માહિતી
Gujarat New Cabinet : ગુજરાતમાં નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે (તસવીર - @Bhupendrapbjp)

Gujarat New Cabinet : ગુજરાતમાં નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ તરીકે યથાવત્ છે. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી જાહેર કરાયા છે. સીએમ સહિત 27 મંત્રીઓ થયા છે. જાહેર કરાયેલા નવા મંત્રી મંડળમાં 17 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. અહીં નવા જાહેર કરાયેલા 17 મંત્રીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

કેબિનેટ કક્ષાના મંત્રી

જિતેન્દ્ર વાઘાણી

  • બેઠક નંબર: 105, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર)
  • જન્મઃ તા. 28મી જુલાઈ, 1970, વરતેજ.
  • વ્યવસાય: ખેતી અને બાંધકામ
  • સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. 14મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.16 સપ્ટેમ્બર 2021 થી 9 ડિસેમ્બર 2022 સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત 15મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે 20 એપ્રિલ, 2023થી કાર્યરત છે.
  • શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ

નરેશ પટેલ

  • બેઠક નંબર: 176, ગણદેવી (અ.જ.જા.) મત વિભાગ (નવસારી જિલ્લો)
  • જન્મઃ તા 1 જૂન, 1969, મોગરાવાડી, નવસારી.
  • વ્યવસાય: ખેતી, વેપાર
  • સંસદીય કારકિર્દી: 12મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. 14મી ગુજરાત વિધાનસભામાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી.
  • શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ.

અર્જુન મોઢવાડિયા

  • બેઠક નંબર: 83, પોરબંદર મત વિભાગ (પોરબંદર જિલ્લો)
  • જન્મઃ તા. 17 ફેબ્રુઆરી 1957, મોઢવાડા, પોરબંદર.
  • વ્યવસાય: સામાજિક પ્રવૃત્તિ અને ખેતી
  • સંસદીય કારકિર્દી: 11મી અને 12મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2003 દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે તેમણે ભાગ લીધો હતો.
  • શોખ: વાંચન, ટેનિસ, વૃક્ષા રોપણ, યુવક પ્રવૃત્તિઓ, વ્યસન નિર્મૂલન.

ડૉ. પ્રદ્યુમન વાજા

  • બેઠક નંબર: 92, કોડીનાર (અ.જા.) મત વિભાગ (ગીર-સોમનાથ જિલ્લો)
  • જન્મઃ તા. 18 ઓગસ્ટ, 1969, કુતિયાણા.
  • વ્યવસાય: ડૉક્ટર
  • સંસદીય કારકિર્દી: 12મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા.
  • પ્રવૃત્તિઓઃ ટ્રસ્ટી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન
  • શોખ: વાંચન, લેખન, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

રમણ સોલંકી

  • બેઠક નંબર: 109, બોરસદ મત વિભાગ (આણંદ જિલ્લો)
  • જન્મઃ તા. 28 એપ્રિલ, 1965, વટાદરા, તા-ખંભાત
  • વ્યવસાય: નિવૃત્ત શિક્ષક, ખેતી
  • સંસદીય કારકિર્દી: 15મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે 12 ડિસેમ્બર 2022થી કાર્યરત હતા.
  • પ્રવૃત્તિઓઃ વર્ષ 2005 થી 2010 જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત 202 ઠાકોર સમાજના મંત્રી તરીકે પણ સેવા આપી.
  • શોખ: વાંચન

રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

ઈશ્વરસિંહ પટેલ

  • બેઠક નંબર: 154, અંકલેશ્વર મત વિભાગ (ભરૂચ જિલ્લો)
  • જન્મઃ તા. 25 જૂન, 1965, મુ પો. કુડાદરા, તા. હાંસોટ, ભરૂચ
  • વ્યવસાય: ખેતી
  • સંસદીય કારકિર્દી: 11મી, 12મી, 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં 2 માર્ચ 2009 થી 1 ફેબ્રુઆરી, 2011 દરમિયાન સંસદીય સચિવ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ 2 ફેબ્રુઆરી, 2011 થી 25 મી ડિસેમ્બર 2012 દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે, 7 ઓગસ્ટ, 2016 થી તા. 25 મી ડિસેમ્બર, 2017 દરમિયાન સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો છે. તેમજ ડિસેમ્બર,2017 થી સપ્ટેમ્બર, 2021 દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વતંત્ર હવાલા અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું હતું. વધુમાં તેઓએ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિ તેમજ ખાતરી સમિતિના સભ્ય-પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.
  • શોખ: વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, સમાજસેવા, વૃક્ષારોપણ.

ડૉ. મનીષા વકીલ

  • બેઠક નંબર: 141, વડોદરા (અ.જા) મત વિભાગ (વડોદરા શહેર)
  • જન્મઃ તા. 25 માર્ચ ૧૯૭૫, વડોદરા
  • વ્યવસાય: સુપરવાઈઝર અને શિક્ષક, બ્રાઈટ ડે સ્કૂલ
  • સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સપ્ટેમ્બર-2021થી ડિસેમ્બર-2022 દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.
  • શોખ: વાંચન

રાજ્ય કક્ષાના મંત્રીઓ

કાંતિલાલ અમૃતિયા

  • બેઠક નંબર: 65, મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો)
  • જન્મઃ તા. 8 માર્ચ, 1962, જેતપુર, તા. જિ. મોરબી.
  • વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ
  • સંસદીય કારકિર્દી: 9મી, 10મી, 11મી, 12મી તેમજ 13મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા.
  • શોખ: વાંચન, સમાજસેવા, પ્રવાસ, રમતગમત, ક્રિકેટ, ટેનિસ, તરણ

રમેશ કટારા

  • બેઠક નંબર: 129, ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો)
  • જન્મઃ તા. 4 મે, 1975, હિંગલા.
  • વ્યવસાય: ખેતી
  • સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર-2021 થી ડિસેમ્બર-2022 દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડક તરીકે સેવાઓ આપી હતી.
  • પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ
  • શોખ: વાંચન, સમાજસેવા

આ પણ વાંચો – હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ

દર્શનાબેન વાઘેલા

  • બેઠક નંબર: 56, અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર)
  • જન્મઃ તા. 5 સપ્ટેમ્બર, 1972, અમદાવાદ
  • વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય
  • પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ 2010 થી 2013 દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.
  • શોખ: વાંચન, વક્તત્વ

કૌશિક વેકરિયા

  • બેઠક નંબર: 95, અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો)
  • જન્મઃ તા. 9 જૂન, 1986, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી.
  • વ્યવસાય: ખેતી, વ્યવસાય (શ્રી દ્રોણેશ્વર પેટ્રોલિયમ)
  • સંસદીય કારકિર્દી: 15મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે તા. 12મી ડિસેમ્બર 2022થી કાર્યરત હતા.
  • પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. 29/3/2016 થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.
  • શોખ: રાજપુરૂષોની જીવનગાથા અને વિશ્વના રાજકીય ઈતિહાસનું વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, જનસંપર્ક, પ્રવાસ, સિંહ દર્શન

પ્રવિણ માળી

  • બેઠક નંબર: 13, ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
  • જન્મઃ તા. 8 માર્ચ 1985, ડીસા.
  • વ્યવસાય: ખેતી અને વેપાર
  • પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડીસા.
  • શોખ: વાંચન, સાયક્લિંગ, વોલીબોલ

ડૉ. જયરામ ગામીત

  • બેઠક નંબર: 172, નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો)
  • જન્મઃ તા. 1 જૂન, 1975, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી)
  • વ્યવસાય: ખેતી અને પશુપાલન
  • પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો
  • શોખ: લેખન, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમ

ત્રિકમ છાંગા

  • બેઠક નંબર: 4, અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો)
  • જન્મઃ તા. 1 જૂન, 1962, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ
  • વ્યવસાય: નિવૃત આચાર્ય
  • પ્રવૃત્તિઓઃ વર્ષ 2000 થી 2010 સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ 2010 થી 2015 સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.
  • શોખ: વાંચન

કમલેશ પટેલ

  • બેઠક નંબર: 113, પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો)
  • જન્મઃ તા. 12 એપ્રિલ, 1970, સંતોકપુરા, તા. બોરસદ
  • વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્ય, શાહપુર હાઇસ્કુલ)
  • પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
  • શોખ: વાંચન અને સમાજસેવા

સંજયસિંહ મહિડા

  • બેઠક નંબર: 118, મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો)
  • જન્મઃ તા. 20 ઓકટોબર, 1979, ત્રાણજા, તા. માતર
  • વ્યવસાય: ખેતી અને વેપાર
  • પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી 2020 સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય.
  • શોખ: વાંચન અને સંગીત

પુનમચંદ બરંડા

  • બેઠક નંબર: 30, ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો)
  • જન્મઃ તા. 1 જૂન, 1959, વાંકાટીંબા
  • વ્યવસાય: ખેતી
  • પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી.
  • શોખ: વાંચન તથા રમત-ગમત

સ્વરૂપજી ઠાકોર

  • બેઠક નંબર: 7, વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)
  • જન્મઃ તા. 1 જૂન 1979, બૈયક
  • વ્યવસાય: ખેતી, વ્યાપાર
  • પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
  • શોખ: વાંચન

રીવાબા જાડેજા

  • બેઠક નંબર: 78, જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો)
  • જન્મઃ તા. 5 સપ્ટેમ્બર, 1990, રાજકોટ
  • વ્યવસાય: સમાજસેવા
  • પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે.
  • શોખ: વાંચન, પ્રવાસ અને સમાજસેવા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ