ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે અને સોમવારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગુજરાતમાં ભાજપની જીત બાદ શનિવારે પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
સોમવારે મુખ્યમંત્રીના શપથ ગ્રહણના કાર્યક્રમની તૈયારીઓ યાલી રહી છે તેની સાથે સાથે ગુજરાતના નવા મંત્રીમંડળમાં ક્યાં ક્યાં નેતાનો સમાવેશ થશે, ક્યાં નેતાને કયો વિભાગ ફાળવવામાં આવશે તેની અટકળો શરૂ થઇ ઘઇ છે. મોટાભાગના લોકો મંત્રીમંડળમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સૌથી વધુ 1.92 લાખ મતોની સરસાઇથી જીત્યા
અમદાવાદ શહેરના ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ભૂપેન્દ્ર પટેલ 1.92 લાખ મતોની સરસાઈથી વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયા. તેઓ ભાજપ પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ શનિવારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી અને રાજ્યપાલને મળીને અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોણ-કોણ હાજર રહેશે
સોમવારે યોજાનાર ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત સ્થિત અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહે તેવી સંભાવના છે.
મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળી શકે?
સોમવારે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યુમંત્રી તરીકે શપથ લેશે, તેની સાથે નવા મંત્રીમંડળમાં ક્યાં નેતાને સ્થાન મળશે, વિવિધ વિભાદો અને મંત્રાલયોની ફાળવણી કરવામાં આવશે. એવી અટકળો થઇ રહી છે, નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે જેમાં સંભવિત વિરમગામ બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડનાર પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, બનાસ ડેરીના ચેરમેન કૈલાશ ચૌધરી હર્ષ સંઘવી હોઇ શકે છે.
અગાઉની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મજુરા બેઠકના ધારાસભ્ય છે. આ વખતે પણ તેઓ મંત્રી બની શકે છે અને સાથે જ તેમને મહત્વપૂર્ણ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે. હર્ષ સંઘવી ભાજપના ઉભરતા સ્ટાર નેતા છે. તેમને પાર્ટી દ્વારા અસંતુષ્ટો સાથે વાતચીત કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને આ વખતે તેમને કેબિનેટ રેન્ક મળી શકે છે. ઉલ્લેખનિય છે કે, ડાયમંડના વેપારીનો પુત્ર હર્ષ સંઘવી 2012થી મજુરા બેઠક પરથી જીતી રહ્યો છે અને વર્ષ 2017ની ચૂંટણી બાદ તેમની સંપત્તિમાં સૌથી ઝડપી વધારો થયો છે.