CNG Gas Price Hike: સીએનજી ગેસ 1 મહિનામાં બીજો ભાવ વધારો, નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર

Gujarat CNG Gas Price Hike: સીએનજી ગેસ મોંઘો થતા નવા વર્ષે જ મોંઘવારીનો ફટકો લાગ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ 1 મહિનામાં સતત બીજી વખત સીએનજી ગેસના ભાવ વધાર્યા છે.

Gujarat CNG Gas Price Hike: સીએનજી ગેસ મોંઘો થતા નવા વર્ષે જ મોંઘવારીનો ફટકો લાગ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ 1 મહિનામાં સતત બીજી વખત સીએનજી ગેસના ભાવ વધાર્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
compressed Natural Gas | CNG Gas Price Hike | CNG Price Hike | CNG Price In Gujarat

CNG Gas Price Hike: સીએનજી ગેસ ભાવ વધ્યા છે. (Express photo by Nirmal Harindran)

CNG Gas Price Hike In Gujarat: વર્ષ 2025ના પહેલા જ દિવસે ગુજરાતના લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે. સીએનજી ગેસના ભાવ પ્રતિ કિલો 1.5 રૂપિયા વધ્યા છે. વર્ષ 2025ના પહેલા જ દિવસે ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. એક મહિનામાં સતત બીજી વખત સીએનજી ગેસના ભાવ વધારતા ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો માર પડ્યો છે.

Advertisment

CNG Gas Price Hike : સીએનજી ગેસ 1.5 રૂપિયા મોંઘો થયો

ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસનો ભાવ 1.5 રૂપિયા પ્રતિ કિલો વધાર્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, સીએનજી ગેસમાં નવો ભાવવધારો આજે 1 જાન્યુઆરી, 2025થી લાગુ થયો છે. ભાવ વધારા બાદ ગુજરાતમાં સીએનજી ગેસની કિંમત 79.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે. સીએનજી ગેસના ભાવ વખતા ગુજરાતના લાખો રિક્ષા ચાલકો અને રિક્ષા મુસાફરોને અસર થશે.

Gujarat Gas CNG Price
Gujarat Gas CNG Price : ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસના ભાવ વધાર્યા છે. (Photo: Gujarat Gas)

Gujarat CNG Gas Price : સીએનજી ગેસના ભાવ સતત બીજી વખત વધ્યા

ગુજરાત ગેસ કંપનીએ સતત બીજી વખત સીએનજી ગેસના ભાવ વધાર્યા છે. ગુજરાત ગેસ કંપનીએ રાતો રાત સીએનજી ગેસના ભાવ વધાર્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ધીમંત ગેલાણીએ જણાવ્યું કે, આ અગાઉ 1 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીએ સીએનજી ગેસના ભાવ 1.5 રૂપિયા વધારી 77.26 રૂપિયા કર્યા હતા. એક મહિના બાદ ફરી સીએનજી ગેસના ભાવ 1.5 રૂપિયા વધાર્યા છે.

Advertisment

ગુજરાત ગેસ કંપનીએ 1 જાન્યુઆરી, 2025ના રોજ સીએનજી ગેસ 1.5 રૂપિયા પ્રતિ કિલો મોંઘો કર્યો છે. નવા ભાવ વધારા બાદ ગુજરાતમાં સીએનજી ગેસની કિંમત 79.26 રૂપિયા પ્રતિ કિલો થઇ છે. આમ 1 મહિનામાં સીએનજી ગેસ 3 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ મોંઘવારી ગુજરાત બિઝનેસ