ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર મુશ્કેલીમાં, પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોંધાયો કેસ

Virji Thummar Defamation Case : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ સાંસદ (Former MP) વીરજી ઠુમ્મર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ ટીપ્પણી કરી ફસાયા છે, અમેરેલી (Amreli) ભાજપ (BJP) ના નેતાએ માનહાની સહિતની ફરિયાદ નોંધાવી.

Virji Thummar Defamation Case : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ સાંસદ (Former MP) વીરજી ઠુમ્મર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ ટીપ્પણી કરી ફસાયા છે, અમેરેલી (Amreli) ભાજપ (BJP) ના નેતાએ માનહાની સહિતની ફરિયાદ નોંધાવી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Congress Former MP Virji Thummar

ગુજરાત કોંગ્રેસ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર માનહાની કેસ

રાજ્યના અમરેલી જિલ્લાના સ્થાનિક ભાજપના નેતા દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુજરાત કોંગ્રેસ નેતા વીરજી થુમ્મર પર કેસ નોંધ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પૂર્વ સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ "વાંધાજનક" ટિપ્પણી કરી છે.

Advertisment

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અમરેલી જિલ્લા એકમના મહામંત્રી મેહુલ ધોર્જિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે, અમરેલી શહેર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 499 (ગુનાહિત માનહાનિ), 500 (બદનક્ષી માટેની સજા) અને શનિવારે 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ ઠુમ્મર સામે ગુનો નોંધ્યો હતો.

ધોરાજિયાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઠુમ્મર દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બદનક્ષીભર્યો છે અને તેનાથી શાંતિ ભંગ થઈ શકે છે.

અમરેલીના પોલીસ અધિક્ષક (SP) હિમકર સિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "અમને મળેલી ફરિયાદના આધારે, અમે ઠુમ્મર વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે."

Advertisment

અમરેલીમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ના જૂના પરિસરમાં શુક્રવારે સાંજે જાહેર સભાને સંબોધતા ઠુમ્મરે આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદી કેટલાક મોટા બિઝનેસ હાઉસની તરફેણ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ દ્વારા પાર્ટીના અમરેલી જિલ્લા એકમના પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની વરણી કરવા માટે આયોજિત જાહેર સભા સ્નેહ સંવાદને સંબોધિત કરી રહ્યા હતા.

કોંગ્રેસના નેતાની ટિપ્પણીના એક દિવસ પછી, ભાજપના નેતાઓએ શનિવારે અમરેલીમાં ઠુમ્મરના પૂતળા બાળ્યા હતા, જ્યારે ધોરાજિયાએ ફરિયાદ નોંધાવી હતી.

આ દરમિયાન, ઠુમ્મરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયા, સ્થાનિક ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ તેમના પૂતળા બાળીને અને તેમના વિશે "અપમાનજનક" ટિપ્પણીઓ કરીને તેમને બદનામ કર્યા હતા. પોતાના જીવને ખતરો ગણાવતા તેમણે પોલીસ રક્ષણની પણ માંગણી કરી હતી.

થુમ્મરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, "કાછડિયાએ મને ધમકીઓ આપી છે અને તેથી, મેં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ સુરક્ષા પણ માંગી છે."

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તેમણે પીએમ વિશે અપમાનજનક કંઈ કહ્યું નથી. “જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી અને મનમોહન સિંહ વડા પ્રધાન હતા, ત્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે, વડા પ્રધાનની વિશ્વસનીયતા ભારતીય રૂપિયાના મૂલ્યની જેમ ઝડપથી ઘટી રહી છે. પરંતુ આવી સરખામણીઓને ક્યારેય અપમાનજનક ગણવામાં આવી ન હતી. મેં શુક્રવારે અપમાનજનક કંઈ કહ્યું નથી. મેં કહ્યું કે, લોકોના પૈસા કેવી રીતે હડપ કરવામાં આવે છે, તેના વિવિધ ઉદાહરણો આપવામાં આવી રહ્યા છે.

અમરેલી એસપી સિંઘે જણાવ્યું હતું કે, પોલીસ ઠુમ્મરની ફરિયાદની હકીકત શોધી રહી છે. સિંઘે કહ્યું કે, “અમને તેની ફરિયાદ મળી છે અને તેમના દ્વારા જણાવ્યા મુજબ કોઈ ગુનો કરવામાં આવ્યો છે કે, કેમ તેની તપાસ કરી રહ્યા છીએ. જો કે, હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.”

આ પણ વાંચો - Surat BRTS Bus Accident | સુરત બીઆરટીએસ બસ અકસ્માત: બે બસ વચ્ચે ચાર બાઈક સવારો કચડાયા, એકનું મોત, ચારની હાલત ગંભીર

ઠુમ્મરે એમ પણ કહ્યું કે, પીડિત વ્યક્તિએ ફોજદારી માનહાનિની ​​ફરિયાદ નોંધાવવી પડશે.

જો કે, સિંહે જણાવ્યું હતું કે IPCની કલમ 504 હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેથી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. તેમણે કહ્યું કે, "ગુનાહિત માનહાનિ સંબંધિત કલમો ગુના સંબંધિત અન્ય વિભાગોમાં છે."

ગુજરાતી ન્યૂઝ ગુજરાત congress ભાજપ