/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Arjun-Modhwadia-Ambarish-Der-joined-BJP.jpg)
ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા (ફોટો - X/@BJP4Gujarat)
Gujarat Politics : અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરના રુપમાં ભાજપને કોંગ્રેસના વધુ બે કદાવર નેતા મળ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલા એક પછી એક રાજીનામાનો દોર ચાલુ છે, પૂર્વ વડા અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પાર્ટીના પૂર્વ કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર સાથે કોંગ્રેસ પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ આજે મંગળવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા હતા. બંને નેતાઓ અન્ય કેટલાક લોકો સાથે અહીં રાજ્યના મુખ્યાલય 'કમલમ' ખાતે ભગવા પાર્ટીમાં જોડાયા અને કેસરીયો ધારણ કર્યો.
અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે તેમને કેસરી ટોપી અને કેસરી ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં અયોધ્યામાં આયોજિત ભગવાન રામ મંદિર અભિષેક સમારોહનો બહિષ્કાર કરવાના પક્ષના નિર્ણય પર મોઢવાડિયા અને ડેરે નારાજગી વ્યક્ત કરી હતી, આખરે બંને નેતાઓએ સોમવારે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું અને આજે ભાજપમાં જોડાઈ ગયા છે.
રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા જ ગુજરાત કોંગ્રેસ ને ઝટકો
રસપ્રદ વાત એ છે કે, બંને નેતાઓએ ગુજરાતમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાના નિર્ધારિત પ્રવેશના માત્ર ત્રણ દિવસ પહેલા કોંગ્રેસ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને શ્રી અમરીશભાઈ ડેર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla , પ્રદેશ ઉપાધ્યક્ષ… pic.twitter.com/IY1iErFadE— BJP Gujarat (@BJP4Gujarat) March 5, 2024
આ પહેલા નારણ રાઠવા અને તેમના પુત્રએ કોંગ્રેસ છોડ્યું
ઉલ્લેખનીય છે કે, ડેર અને મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી તેના થોડા દિવસો પહેલા, કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમનો પુત્ર અને મોટી સંખ્યામાં સમર્થકો કોંગ્રેસનો હાથ છોડી સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા હતા. પોરબંદર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા મોઢવાડિયાએ સોમવારે સાંજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપરત કર્યું હતું. સ્પીકરના કાર્યાલયે પુષ્ટિ કરી છે કે, રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
आज मेरे जीवन के एक नए राजनीतिक पारी की शुरुआत है।
समाज के हर वर्ग में आर्थिक और सामाजिक परिवर्तन के उद्देश्य के साथ में राजनिती से जुड़ा था। मुझे विश्वास है की आदरणिय प्रधानमंत्रीश्री @narendramodi जी सक्षम और सबल नेतृत्व में अपने इस उद्देश्य को आगे बढ़ाने में सफल रहूँगा।
में… pic.twitter.com/zVNHPsfwq3— Arjun Modhwadia (@arjunmodhwadia) March 5, 2024
આ પણ વાંચો - ગુજરાત : કોંગ્રેસ સાંસદ નારણ રાઠવા પુત્ર સંગ્રામ સાથે ભાજપમાં જોડાયા, છોટા ઉદેપુરથી 5 વખત લોકસભા ચૂંટણી જીતી
ભાજપની તાકાતમાં વધારો
તમને જણાવી દઈએ કે, 67 વર્ષીય અર્જુન મોઢવાડિયા લગભગ 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, અને ગુજરાતના સૌથી વરિષ્ઠ અને સૌથી પ્રભાવશાળી વિપક્ષી નેતાઓમાંના એક હતા, તેમણે વિરોધ પક્ષના નેતા અને રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. આ રીતે લોકસભા ચૂંટણી 2024 નજીક છે ત્યારે તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, તો ભાજપની તાકાતમાં વધારો થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us