Gujarat Day 2024: ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવાય છે. બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન થયું અને 1 મે, 1960માં ગુજરાત રાજ્યની રચના થઇ છે. આજે ગતિશીલ ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. ઉદ્યોગ – વેપારમાં અગ્રણી ગુજરાત સમુદ્ધ ઐતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાતી વાનગી, પોશાક, ગરબા અને લોકજીવન જોવા દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. અહીં ગુજરાતની પ્રસિદ્ધ વાનગી, પ્રવાસન સ્થળ, પોશાક અને વ્યક્તિઓની યાદી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
ગુજરાત એક રંગબેરંગી રાજ્ય છે જ્યાં તમને પ્રવાસથી લઈ ભોજન સુધી દરેક જગ્યાએ વિવિધતા જોવા મળશે. ગુજરાતના લોકોનો પોશાક પણ તમને ઘણા કલર અને ડિઝાઇન એક સાથે જોવા મળશે. પીએમ મોદી પોતે પણ ઘણી વખત ગુજરાતી પોશાકમાં જોવા મળે છે.
ગુજરાતના પ્રસિદ્ધ 10 પ્રવાસન સ્થળ (Top 10 Tourist Places In Gujarat)

સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડિયા કોલોની
સાસણ ગીર અભ્યારણ -ગીરનાર પર્વત
કચ્છનો રણોત્સવ
પાટણની રાણકી વાવ
અડાલજની વાવ
લક્ષ્મી વિલાસ પેલેજ વડોદરા
ગાંધી આશ્રમ – સીદી સૈયદની જાળી, ઝુલતા મિનિરા – સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ
શિવરાજપુર બીચ – દ્વારકા
સાપુતારા હિલ સ્ટેશન – ડાંગ
પ્રસિદ્ધ 10 ગુજરાતી વાનગી (Top 10 Food Dishes Of Gujarat)

ખમણ – સેવ ખમણી
ફાફડા – ગાંઠિયા
ખાખરા – થેપલા
સુખડી – હાંડવો
દાળ ઢોકળી – ઢોકળીનું શાક
બાજરીનો રોટલો અને ભરથુ
કેસર કેરી
સુરતની ઘારી
કચ્છનું પકવાન
ખંભાતનું હલવાસન
ગુજરાતના પ્રસિદ્ધ 10 વ્યક્તિઓ (Top 10 Personalities of Gujarat)

મહાત્મા ગાંધી (ભારતના રાષ્ટ્રપિતા)
સરદાર વલ્લભભાઇ પટેલ (ભારતના લોખંડી પુરુષ)
મોરારજી દેસાઇ (રાજકારણી)
ઇન્દુલાલ યાજ્ઞિક (રાજકારણી)
વિક્રમ સારા ભાઇ (વૈજ્ઞાનિક)
દાદાભાઈ નવરોજી (ઉદ્યોગપતિ)
નરેન્દ્ર મોદી (ભારતના વડાપ્રધાન)
ધીરુભાઇ અંબાણી – મુકેશ અંબાણી (ઉદ્યોગપતિ – રિલાયન્સ)
ગૌતમ અદાણી (ઉદ્યોગપતિ – અદાણી ગ્રૂપ)
સુનિતા વિલિયમ્સ (વૈજ્ઞાનિક)
ગુજરાતના પ્રસિદ્ધ 10 મંદિર (Top 10 Temple In Gujarat)

સોમનાથ મંદિર
દ્વારકાધીશ મંદિર
અંબાજી મંદિર
પાવાગઢ મંદિર
ગીરનાર પર્વત
રણછોડરાય મંદિર- ડાકોર
કષ્ટભંજન હનુમાન મંદિર – સારંગપુર
અક્ષરધામ – ગાંધીનગર
સૂર્ય મંદિર – મોઢેરા
શેત્રુંજય પર્વત – પાલિતાણા
ગુજરાતના પ્રસિદ્ધ અભિનેતા – અભિનેત્રી (Top 10 Famous Gujarati Actors)

ગુજરાતના પ્રખ્યાત કલાકારોમાં રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર ઉપેન્દ્ર ત્રિવેદી, બોલીવુડ અભિનેત્રી આશા પારખે, પરેશ રાવલ, ફારુખ શેખ, સંજીવ કુમાર, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી સહિત ઘણા એક્ટર – અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.
ઉપેન્દ્ર ત્રિવેદી
સંજીવ કુમાર
આશા પારેખ
ફારુક શેખ
રમેશ મહેતા
નરેશ કનોડિયા
પરેશ રાવલ
કિરણ કુમાર
અરુણ ઇરાની
મલ્હાર ઠાકર
આ પણ વાંચો | પ્રવાસ : ગુજરાતનું મનમોહક બીચ માધવપુર, શ્રીકૃષ્ણ સાથે છે ખાસ સંબંધગુજરાત ઘણી બાબતોએ દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજકારણ, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રે કાઠું કાઢી રહ્યું છે.





