Gujarat Disneyland Park: ડિઝનીલેન્ડ પાર્ક હવે ગુજરાતમાં ! અમેરિકા સુધી લાંબા નહીં થવું પડે

Surat Disneyland Park Proposal: દુનિયામાં હાલ 6 ડિઝનીલેન્ડ પાર્ક છે, જો ગુજરાતમાં સ્થાપના થઇ તો માત્ર ભારત જ નહીં દક્ષિણ એશિયાનો પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક હશે.

Written by Ajay Saroya
September 20, 2024 22:54 IST
Gujarat Disneyland Park: ડિઝનીલેન્ડ પાર્ક હવે ગુજરાતમાં ! અમેરિકા સુધી લાંબા નહીં થવું પડે
Disneyland Park: ડિઝનીલેન્ડ પાર્ક એક એન્ટરટેઇનમેન્ટ પાર્ક છે. (Photo: @Disneyland)

Surat Disneyland Park Proposal: ડિઝનીલેન્ડ પાર્કની મજા માણવા માટે હવે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા સુધી લંબા થવાની જરૂર નહીં પડે. ડાયમંડ સિટીના નામે પ્રખ્યાત ગુજરાતના સુરત શહેરમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવામાં આવી શકે છે. જો સુરતમાં ડિઝનીલેન્ડ પાર્કની સ્થાપના થાય તો તે માત્ર ભારત જ નહીં પણ દક્ષિણ એશિયાનો આ પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક હશે. સમગ્ર દુનિયામાં હાલ 6 ડિઝનીલેન્ડ પાર્ક છે.

સુરતમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ

સુરતમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ છે. સુરત ઇકોનોમિક રિઝન ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ સિટી તરીકે દુનિયામાં પ્રખ્યાત સુરત હવે ડાયમંડ બુર્સ સ્થાપવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ સ્થપાયા બાદ સુરતમાં દુનિયાભરમાંથી વેપારીઓ અને મુલાકાતીઓ આવશે.

ડિઝનીલેન્ડ પાર્ક કોણે અને ક્યારે સ્થાપ્યું?

ડિઝનીલેન્ડ પાર્ક એક એન્ટરટેઇનમેન્ટ પાર્ક છે. દુનિયાનું પ્રથમ ડિઝનીલેન્ડ પાર્કની સ્થાપના અમેરિકાના કેલિફોર્નિયાના એનાહિમ ખાતે 28 જુલાઇ 1955માં થઇ હતી. ડિઝનીલેન્ડ પાર્કનું નિર્માણ વોલ્ડ ડિઝની એ કર્યુ હતુ. વોલ્ડ ડિઝનીના નામ પર ડિઝનીલેન્ડ પાર્ક નામ રાખવામાં આવ્યું હતું.

દુનિયાભરમાં હાલ માત્ર 12 ડિઝનીલેન્ડ પાર્ક

ડિઝનીલેન્ડ પાર્ક એક પ્રકારના થીમ પાર્ક છે. જ્યાં પ્રવાસીઓ એક સ્વપ્ન લોકમાં ફરવાની મજા માણે છે. અહીં વિવિધ કાર્ટુન કેરેક્ટર, આકર્ષક ઇમારતોના ડ્રિમ વર્લ્ડમાં આવ્યા હોવાનો અનુભવ થાય છે. ડિઝની પાર્કમાં નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓ પણ આનંદ મજા માણી શકે છે. સમગ્ર દુનિયામાં હાલ માત્ર 6 ડિઝનીલેન્ડ પાર્ક છે. દુનિયાનું પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક અમેરિકાના કેલિફોર્નિયાના એનાહિમમાં સ્થપાયું હતું. ઉપરાત ફ્લોરિડા, પેરિસ, ટોક્યો, શાંઘાઇ, હોંગકોંગમાં ડિઝનીલેન્ડ પાર્ક આવેલા છે. 6 ડિઝનીલેન્ડ પાર્ક ઉપરાંત 6 ડિઝની પાર્ક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ