scorecardresearch

ગુજરાતના સુરત અને કચ્છ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા, કોઈ જાનહાનિ કે નુકસાન નહી: અધિકારીઓ

surat earthquake : સુરત અને કચ્છના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્ર બીંદુ સુરતથી 27 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું, તો કચ્છ (Kutch) માં ધરતીકંપની પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈથી 25 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું

earthquake in syria
ભૂકંપની ફાઇલ તસવીર

શનિવારે ગુજરાતના કચ્છ અને સુરત જિલ્લામાં અનુક્રમે 3.7 અને 3.8ની તીવ્રતાના બે હળવા આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

3.8ની તીવ્રતાના પ્રથમ આંચકાનું કેન્દ્ર અરબી સમુદ્રમાં સુરતથી 27 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, તે 5.2 કિમીની ઉંડાઇએ બપોરે 12:52 વાગ્યે થયો હતો.

3.7ની તીવ્રતાની બીજી ધરતીકંપની પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈથી 25 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું. આ પ્રવૃત્તિ બપોરે 1.51 કલાકે 15.8 કિમીની ઊંડાઈએ નોંધાઈ હતી.

ચોબારી ગામ નજીક નોંધાયેલો આ ત્રીજો ભૂકંપ છે, જે 2001ના વિનાશક કચ્છ ભૂકંપનું કેન્દ્ર છે, ચાર દિવસના ગાળામાં. 8 ફેબ્રુઆરીના રોજ, ભચાઉ નજીક 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને બીજા દિવસે દુધઈમાં સમાન તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

સુરતમાં લોકોએ ભૂકંપ વિશે પૂછપરછ કરવા માટે ફાયર વિભાગની ઓફિસમાં ફોન કરવાનું શરૂ કર્યું. જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર શહેરના હજીરા વિસ્તારમાં હતું, જે લગભગ 22 કિમી દૂર હતું. તે દરિયાકિનારાની નજીક છે અને ત્યાં ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે.

આ પણ વાંચોJantri Rate: રાજ્ય સરકારે જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો, એપ્રિલથી અમલી થશે

મ્યુનિસિપલ ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “અમને સવારે ભૂકંપની માહિતી મળી. અમને જાણવા મળ્યું છે કે, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. અમને સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી.”

Web Title: Gujarat earthquake mild surat and kutch districts no casualties or damage officials

Best of Express