દામિનીનાથ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ‘2002માં પાઠ ભણાવ્યો’ એવી ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીને ચૂંટણી પંચે ખરાબ માની નથી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ ટિપ્પણીથી આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન થયું નથી.
નિવૃત્ત કર્મચારી ફરિયાદ કરી હતી
25 નવેમ્બરે એક પ્રચાર રેલી દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, 2002માં ભાજપ સરકારે તોફાનીઓને પાઠ ભણાવ્યો હતો. શાહના નિવેદન બાદ, નિવૃત્ત કર્મચારી EAS સરમાએ ચૂંટણી પંચને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીના ભાષણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદની તપાસ કરવામાં આવી હતી અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે જોયુ હતું કે ગૃહ પ્રધાન “બદમાશો” ને પાઠ ભણાવવાની વાત કરી રહ્યા હતા, કોઈ ચોક્કસ સમુદાયને નહીં. ફરિયાદી સરમાએ શુક્રવારે કહ્યું કે, તેમને તેમની ફરિયાદના તેમજ બે પત્રોનો ચૂંટણી પંચ દ્વારા કોઈ જવાબ મળ્યા નથી. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે તેમનો નિર્ણય તેની વેબસાઈટ દ્વારા સાર્વજનિક કરવો જોઈએ કારણ કે તે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એક જાહેર સત્તા છે અને તેમણે જાતે જ ખુલાસો કરવાની જરૂર હતી. તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસીએ પણ અમિત શાહના નિવેદન પર નિશાન સાધ્યું હતું.
બંને રાજ્યોમાં MCC ઉલ્લંઘનના 7 હજાર કેસ
આ દરમિયાન, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી, જે ગુરુવારે પરિણામોની જાહેરાત સાથે સમાપ્ત થઈ ગઈ. ECI ની cVIGIL એપ દ્વારા બંને રાજ્યોમાં અનુક્રમે MCC ઉલ્લંઘનના 6,000 અને 1,000 થી વધુ કેસો જોવા મળ્યા હતા. તેમાંથી હિમાચલમાં 800 અને ગુજરાતમાં 5,100 કેસ સાચા જણાયા હતા. ગુજરાતમાં, લગભગ 3,600 કેસો પરવાનગી વિના પોસ્ટરો અને બેનરો પ્રદર્શિત કરવા સંબંધિત હતા, જ્યારે હિમાચલમાં આ સંખ્યા 580 હતી. હિમાચલમાં એપ દ્વારા પૈસાની વહેંચણીના 185 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – Gujarat Election Result Analysis: જાણો ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ જીતના પાંચ કારણો
બંને રાજ્યોમાં સત્તાધિકારીઓએ મતદારોને આકર્ષવા માટેની મફતની વસ્તુઓ પણ જપ્ત કરી છે. માહિતી અનુસાર, ગુજરાતમાં 801.85 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી વસ્તુઓ અને અન્ય ભેટો જપ્ત કરવામાં આવી છે, જે 2017ની ચૂંટણીમાં 27.21 કરોડ રૂપિયાની જપ્તી કરતા ઘણી વધારે છે.