AAP નેતાએ BJP પર ધીમા વોટિંગનો લગાવ્યો આરોપ, એન્કરે કહ્યું- ટ્રેન્ડ આવવા લાગ્યા, જુઓ કેવા મળ્યા જવાબો

Gujarat Election 2022 : આપ નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia) દ્વારા ધીમા મતદાન (Voting) ના આરોપ બાદ એન્કર (Anchor) ના ટ્વીટથી સોશિયલ મીડિયા (Social Media)પર ચૂંટણીનું બજાર ગરમ થઈ ગયું, આ મામલે યુઝર્સે આપ્યા આવા જવાબ.

Written by Kiran Mehta
Updated : December 01, 2022 19:02 IST
AAP નેતાએ BJP પર ધીમા વોટિંગનો લગાવ્યો આરોપ, એન્કરે કહ્યું- ટ્રેન્ડ આવવા લાગ્યા,  જુઓ કેવા મળ્યા જવાબો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાનું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ અને ભાજપ પર અનેક આરોપો લગાવ્યા છે. તેમણે ભાજપ પર સોશિયલ મીડિયા દ્વારા વોટિંગ ધીમી કરવાનો આરોપ લગાવ્યો. જેના પર એન્કર અમન ચોપરાએ કટાક્ષ કર્યો હતો. તો, સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ ઘણી ટિપ્પણીઓ કરી.

તેવા આક્ષેપ ગોપાલ ઈટાલીયાએ કર્યા હતા

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું, “કતારગામ વિધાનસભા સીટ પર મતદાન જાણી જોઈને ધીમુ કરવામાં આવી રહ્યું છે. જો ચૂંટણી પંચે માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં આ રીતે કામ કરવાનું હોય તો પછી તમે ચૂંટણી કેમ કરાવો છો? AAP નેતાના આ ટ્વિટ પર કેટલાક લોકોએ તેમની ખેંચાઈ કરી, જ્યારે કેટલાક યુઝર્સે ચૂંટણી પંચને આ મુદ્દા પર ધ્યાન આપવાનું કહ્યું છે.

એન્કરે કટાક્ષ કર્યો

AAP નેતાના ટ્વીટ પર કટાક્ષ કરતા એન્કર અમન ચોપરાએ લખ્યું કે, ‘ટ્રેન્ડ આવવા લાગ્યા છે’. એન્કર અમન ચોપરાની આ ટિપ્પણી પર કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. યુઝર્સનું કહેવું છે કે, પત્રકારો દ્વારા કોઈપણ રાજકીય પક્ષ પર આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ.

AAP નેતાના ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા

@VChimanbhai નામના યુઝરે લખ્યું કે, “ચૂંટણી પંચને કતારગામમાં મધરાત 12 સુધી મતદાન ચાલુ રાખવાની વિનંતી કરો. હારનો દોષ ચૂંટણીપંચ પર ઢોળવાનો મોકો ન મળવો જોઈએ. @MojawatHemant નામના ટ્વિટર હેન્ડલ પરથી કોમેન્ટ આવી છે – જ્યારે કોઈ પરિણામ પહેલા જ હાર સ્વીકારી લે છે, ત્યારે તે આવા આક્ષેપો કરવા લાગે છે. આ ખોટી માનસિકતા છે. યુઝર્સ @ManjeetJiBack દ્વારા ટિપ્પણી કરાઈ કે – હાર માટેનું બહાનું શોધવા બદલ અભિનંદન. તમે ચૂંટણી લડો જ કેમ છો, પૈસા કેમ બગાડો છો, જ્યારે આવા બધા જ આક્ષેપો ચૂંટણીમાં કરવા હોય તો. તમે હંમેશા આરોપ લગાવો છો, તમે કોર્ટમાં કેમ નથી જતા.

આ પણ વાંચોGujarat Election Phase 1 Voting Live: 3 વાગ્યા સુધી 48.48 ટકા મતદાન, નર્મદામાં સૌથી વધારે તો પોરબંદરમાં સૌથી ઓછું

@VImvinit007 નામના ટ્વિટર હેન્ડલ પરથી એક ટિપ્પણી આવી છે – રોના ચાલુ હો ગયા જી મુખ્યમંત્રી. @iAjaySengar નામના યુઝરે લખ્યું કે, ભાઈ, થોભો. તમે આટલા જલ્દી પરિણામ કેમ આપો છો? જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ છે અને કતારગામથી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ