ગુજરાત ચૂંટણી : ‘દારૂબંધી છતાં ભાજપના ઉમેદવારો દારૂનું વહેંચી રહ્યા’ – AAP નેતાએ તસવીર શેર કરી, યુઝર્સે કેવા આપ્યા જવાબ

Gujarat Election 2022: આપ નેતા (AAP leader) નરેશ બાલિયાને (Naresh Balyan) ભાજપ નેતા (BJP Leader) ચૈતન્ય સિંહ ઝાલા (Chaitanya sinh zala) પર મત માટે દારૂ વહેંચવા (liquor distributing) નો આરોપ લગાવ્યો, યુઝર્સે આપી પ્રતિક્રિયા

Written by Kiran Mehta
Updated : December 05, 2022 14:44 IST
ગુજરાત ચૂંટણી : ‘દારૂબંધી છતાં ભાજપના ઉમેદવારો દારૂનું વહેંચી રહ્યા’ – AAP નેતાએ તસવીર શેર કરી, યુઝર્સે કેવા આપ્યા જવાબ
આપ નેતાનો આરોપ - ભાજપ નેતા ચૈતન્યસિંહ ઝાલા દારૂ વેંચી મત માંગી રહ્યા

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા સોશિયલ મીડિયા પર બે તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં એક બીજેપી નેતાની તસવીર દારૂની બોટલ પર જોવા મળી રહી છે. આ તસવીરો આમ આદમી પાર્ટીના નેતા નરેશ બાલ્યાએ શેર કરી છે, જેમણે આરોપ લગાવ્યો છે કે, દિલ્હીમાં દારૂની દુકાનો ગણાવનારાઓ ગુજરાતમાં દારૂનું વિતરણ કરે છે. AAP નેતાના આ આરોપ પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નરેશ બાલ્યાને ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવ્યો

AAP નેતા નરેશ બાલ્યાને ટ્વિટ કર્યું છે કે, ભાજપના ઉમેદવારો ચૂંટણીમાં મત મેળવવા માટે ગુજરાતમાં ઘરે-ઘરે દારૂનું વિતરણ કરી રહ્યા છે. ગુજરાતમાં (Gujarat Dry State) સંપૂર્ણ દારૂ પ્રતિબંધ છે. હવે તમે સમજી જ ગયા હશો કે ગુજરાતમાં નકલી દારૂથી લોકોને કોણે માર્યા હશે? તેઓ નિર્લજ્જતાથી દિલ્હીમાં દારૂની દુકાનોની ગણતરી કરે છે, અને પ્રતિબંધિત રાજ્યમાં મત માટે દારૂનું વિતરણ કરે છે.

યુઝર્સ પ્રતિક્રિયા

@DalbirRathi1 યુઝરે લખ્યું કે, જો આ વાત સાચી હોય તો ચૂંટણી પંચે આ ઉમેદવાર સામે કાર્યવાહી કરવી જોઈએ અને જો આરોપ લગાવનારા ખોટા હોય તો તેમની સામે જુઠ્ઠાણું ફેલાવવા બદલ કાર્યવાહી કરવી જોઈએ. એક યુઝરે લખ્યું કે દોસ્ત, તને એ પણ નથી સમજાતું કે કોઈ ઉમેદવાર પોતાનો ફોટો મૂકીને દારૂ કેમ વહેંચે? @ShivPaliwal5 યુઝરે લખ્યું કે, તેનો અર્થ એ છે કે તમે કહેવા માગો છો કે ગુજરાતની તમામ સીટો પર તમારી ડિપોઝીટ જપ્ત થઈ જશે, કેમ?

@WaleShoeb યુઝરે લખ્યું કે, જો ભાજપે 27 વર્ષમાં કોઈ કામ કર્યું હોત તો આજે દારૂ અને નમકીનનું વિતરણ ન કરવું પડત. @AAPBihar યુઝરે લખ્યું કે, બીજેપીના નેતાઓ દારૂબંધીવાળા ગુજરાતમાં વોટ ખરીદવા માટે દારૂનું વિતરણ કરવા નીકળ્યા હતા! માત્ર પ્રામાણિક સરકાર જ દારૂબંધીના કાયદાનો યોગ્ય અમલ કરી શકે છે. @Twitting_Truth યુઝરે લખ્યું કે, આ ગુજરાત મોદીએ બનાવ્યું છે. દારૂ મફતમાં મળી રહ્યો છે. ભાજપના લોકો 27 વર્ષથી જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

આ પણ વાંચોસારૂ હિન્દી પણ બોલે છે, ગુજરાતમાં કન્નડ મતદારો પણ છે, છતાં કર્ણાટકના સીએમ બોમાઈ ચૂંટણી પ્રચારથી કેમ દૂર રહ્યા?

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે અનેક જગ્યાએથી દારૂ જપ્ત કરવાના સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓએ ઘણી જગ્યાએ દારૂનું વિતરણ કર્યું છે. AAP નેતા નરેશ બાલ્યાને પણ આવા બે ફોટા શેર કર્યા છે જેમાં ભાજપ પર દારૂ અને નાસ્તો વહેંચવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ