Gujarat Vidhan Sabha Election Result Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપનો રેકોર્ડ બ્રેક અને કોંગ્રેસ-આપની કારમી હાર દેખાઇ રહી છે. આ દરમિયાન ગાંધીધામ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મળી છે.
એક બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામ બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ભરત સોલંકીએ EVMમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યુ હતુ કે, તેમને હરાવવા માટે જાણી જોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભરત સોલંકીએ મતગણતરી મથકે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરત સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ઈવીએમ યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યું નથી અને તેના પર કોઈની સહી પણ નથી.
ભરત સોલંકીએ ઈવીએમ મશીનમાં ખામી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમને હરાવવા માટે ઈરાદાપૂર્વક ચૂંટણીમાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકી મતગણતરી મથકની બહાર ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદમાં જ્યારે અધિકારીઓએ તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ત્યાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.