Gujarat Assembly Election 2022 : ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા અને એમસીડી ચૂંટણીમાં મતદાન સમાપ્ત થઇ ગયું છે. હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. એક્ઝિટ પોલના મતે MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને લીડ મળી રહી છે. ગુજરાતમાં ભાજપા જીતી રહી છે જ્યારે માચલ પ્રદેશમાં કોંગ્રેસ-બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ દરમિયાન મનિષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી 10 વર્ષની અંદર નેશનલ પાર્ટી બનવા જઈ રહી છે અને આ ગુજરાત ચૂંટણીથી થશે. સિસોદિયાના આ નિવેદન પર લોકો અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરીને કટાક્ષ કરી રહ્યા છે.
મનિષ સિસોદિયાએ એક્ઝિટ પોલ પર શું કહ્યું?
મનિષ સિસોદિયાએ કહ્યું કે લોકો કહેતા હતા કે ગુજરાતથી અમિત શાહજી અને નરેન્દ્ર મોદીજી આવે છે તેમનો કિલ્લો ભેદી શકો નહીં. બધા મિથ તૂટી ગયા. જો ત્યાં આમ આદમી પાર્ટી જઇને 15-20 ટકા વોટ શેર લાવે છે તો આ લોકતંત્ર માટે ઘણો સુખદ સંકેત છે. આમ આદમી પાર્ટી 10 વર્ષની અંદર નેશનલ પાર્ટી બનવા જઈ રહી છે અને આ ગુજરાત ચૂંટણીથી થશે. જ્યારે અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલ પર કહ્યું કે પરિણામોની રાહ જોવો.
આ પણ વાંચો – મોરબી દુર્ઘટના, ભાજપના બળવાખોરો અને, આપના નેતાઓ જ્યાં મેદાને એવી HOT સીટો કેવું થયું મતદાન, જાણો એક ક્લિકમાં
લોકોની પ્રતિક્રિયાઓ
@yogiyogendra60 નામના યુઝરે લખ્યું કે આ તેનો સંકેત છે કે ગુજરાતમાં આપની નાવ ડુબી ગઇ છે. 15-20 ટકા વોટ તો કોંગ્રેસના ગયા છે, ભાજપાના વોટ તો જ્યાં ના ત્યાં જ છે. ભાજપાને કોઇ નુકસાન થયું નથી. ભાજપાનો વોટ શેર પણ વધશે અને સીટો પણ વધશે. @Suraj31400993 નામના યુઝરે લખ્યું કે આપ પાર્ટીએ તો કશું ગુમાવવાનું જ ન હતું. જે પણ મળ્યું તે બોનસ છે. નવી પાર્ટી અને શરૂઆતમાં આટલો દમખમ બતાવવો કમાલ તો છે જ. એક યુઝરે કેજરીવાલની ભવિષ્યવાણીની તસવીર શેર કરીને પૂછ્યું કે આ ભવિષ્યવાણીનું શું થશે?
@Krantsethi નામના યુઝરે લખ્યું કે સરજીએ તો લખીને આપ્યું છે કે ગુજરાતમાં આપની સરકાર આવી રહી છે. પરિણામ આવ્યા નથી તે પહેલા જ ભાષા બદલાઇ ગઇ છે. વાહ જી વાહ. @CBShukla3 નામના યુઝરે લખ્યું કે આપ તો ગુજરાતમાં સરકાર બનાવી રહ્યા હતા? હવે શું થયું કે હાર માની લીધી? હવે બહાના બનાવતા રહો.
ગુજરાત ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. આ પહેલા આવેલા બધા એક્ઝિટ પોલમાં ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણી દરમિયાન કેજરીવાલે લખીને આપ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તેનો ઉલ્લેખ કરીને લોકો કટાક્ષ કરી રહ્યા છે.