ગુજરાત ચૂંટણી : રામ નામ સત્ય હૈ માટે પણ ચાર લોકોની જરૂર પડે, યુપીએ કોંગ્રેસને બે સીટ આપી – યોગી આદિત્યનાથ

Gujarat Election Yogi : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માં યુપી સીએમ યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા, કહ્યું - ભારતની રાજનીતિ કોંગ્રેસની બેઈમાની, ભ્રષ્ટાચાર, અરાજકતા અને પરિવારની રાજનીતિનો શિકાર બની ગઈ હતી

Written by Kiran Mehta
Updated : December 03, 2022 19:02 IST
ગુજરાત ચૂંટણી : રામ નામ સત્ય હૈ માટે પણ ચાર લોકોની જરૂર પડે, યુપીએ કોંગ્રેસને બે સીટ આપી – યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ ગુજરાતમાં

ગુજરાત ચૂંટણીમાં સીએમ યોગી : ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયું છે, અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ આ માટે પ્રચાર કરી રહ્યા છે. આ સંદર્ભમાં, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે (3 ડિસેમ્બર, 2022) ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) ગુજરાતના ખેડા (મહધા વિધાનસભા મતવિસ્તાર)માં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 403માંથી માત્ર બે બેઠકો મળી છે. તેમણે કહ્યું કે, રામ નામ સત્ય હૈ માટે પણ ચાર લોકોની જરૂર છે, પરંતુ કોંગ્રેસ ચાર પણ મેળવી શકી નથી. આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળી નથી.

આજે ભારત આતંકવાદ, નક્સલવાદ અને અલગતાવાદથી મુક્ત છેઃ યોગી આદિત્યનાથ

ગુજરાતના ધોળકા વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે, આજે ભારત આતંકવાદ, નક્સલવાદ અને અલગતાવાદથી મુક્ત થઈ ગયું છે. ભારતની વધતી પ્રતિષ્ઠાનો આ પુરાવો છે. સુરક્ષિત ભારતનું નવું મોડલ દુનિયા સમક્ષ રજૂ કર્યું છે.

‘ગુજરાતની ધરતીએ દેશને મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિ આપ્યા’

1 ડિસેમ્બરે ગુજરાતના પાટણમાં જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ વખતે પણ ભાજપ જીતશે. ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર ભૂમિ છે. ગુજરાતની ધરતીએ હંમેશા દેશને નવી પ્રેરણા આપી છે. ગુજરાતની ધરતીએ દેશને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષ આપ્યા.

‘ગુજરાતની પવિત્ર ભૂમિએ દેશને નરેન્દ્ર મોદીના રૂપમાં વડાપ્રધાન આપ્યા’

યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે ભારતની રાજનીતિ કોંગ્રેસની બેઈમાની, ભ્રષ્ટાચાર, અરાજકતા અને પરિવારની રાજનીતિનો શિકાર બની ગઈ હતી. લોકોમાં રોષ હતો, રાજકારણ પ્રત્યે અવિશ્વાસ હતો. ત્યારે વર્ષ 2014માં ગુજરાતે દેશને પીએમ તરીકે નરેન્દ્ર મોદી આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. આ પછી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ