scorecardresearch

ગુજરાતમાં ચૂંટણી પહેલા માછીમાર સમુદાય પર BJP સરકાર દ્વારા રાહતનો વરસાદ કેમ? વાંચો

Gujarat Elections 2022: ચૂંટણી (Gujarat Elections) પહેલા વિશેષ જાહેરાતો કરીને ગુજરાતની ભાજપ સરકારે ( Gujarat BJP Government ) માછીમાર સમુદાયને (fishermen community) આકર્ષવા પ્રયાસ કર્યો, સોમનાથ અને પોરબંદરમાં ચૂંટણી જીતવા સમુદાયનું સમર્થન જરૂરી છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા માછીમાર સમુદાય પર BJP સરકાર દ્વારા રાહતનો વરસાદ કેમ? વાંચો

ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે માછીમારો માટે ડીઝલ અને કેરોસીનનો ક્વોટા વધારવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનું કારણ સ્પષ્ટ છે કે ભાજપ ઓછામાં ઓછી નવ વિધાનસભા બેઠકો પર આ સમુદાયના પ્રભાવથી વાકેફ છે અને પાર્ટી ચૂંટણી પહેલા આ સમુદાયનું સમર્થન ગુમાવવા માંગતી નથી. છેવટે, આ સમુદાય આટલો અસરકારક અને મહત્વપૂર્ણ કેમ છે, ચાલો સમજીએ.

માછલી ઉત્પાદનમાં એકલા ગુજરાતનું 20 ટકા યોગદાન

ગુજરાત ભારતના દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે અને દર વર્ષે સરેરાશ 8.35 લાખ ટન માછલીનું ઉત્પાદન કરે છે અને ભારતના કુલ મત્સ્ય ઉ્પાદનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. 1,600 કિમી લાંબા દરિયાકાંઠા સાથે ગુજરાત ભારતનું મુખ્ય દરિયાઈ મત્સ્ય ઉત્પાદક રાજ્ય છે, જે 2019-20 સુધી રાષ્ટ્રીય ઉત્પાદનમાં 7.01% યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં રજિસ્ટર્ડ લગભગ 29,000 માછીમારી બોટ છે, જેમાંથી લગભગ 20,000 સક્રિય છે. મત્સ્ય ઉદ્યોગમાંથી લગભગ 1.5 કરોડ લોકોને રોજગાર મળે છે. આ આંકડાઓ દ્વારા આપણે રાજ્યમાં આ સમુદાયની અસરનો ખ્યાલ મેળવી શકીએ છીએ.

માછીમાર સમુદાયના નેતા અને ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ ચુન્ની ગોહેલે ધી ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સરકારની જાહેરાતને ટેકો આપતા જણાવ્યું છે કે, લાંબા સમયથી પડતર રહેલી આ માંગણીઓને કારણે માછીમારો ભાજપથી દૂર જતા રહ્યા હતા અને પક્ષ તરફથી તેમને તેમનો હક મળ્યો નથી તેવું વિચારી રહ્યા હતા, આ નિર્ણયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવો જોઇએ, જેઓ હંમેશા ગુજરાતના માછીમારોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે.તેમના નિવેદન પરથી એ અંદાજ લગાવી શકાય છે કે રાજ્યમાં આવનારી ચૂંટણીમાં આ સમુદાયની કેટલો પ્રભાવ છે.

ગુજરાતના રાજકારણમાં માછીમાર સમાજ આટલું મહત્વપૂર્ણ કેમ?

માછીમાર સમુદાય રાજ્યના ઓછામાં ઓછા નવ મતવિસ્તારોમાં મોટી હાજરી છે. અખિલ ભારતીય માછીમાર સંઘના પ્રમુખ અને ભાજપના નેતા વેલજી મસાણીના જણાવ્યા અનુસાર, આ સમુદાયમાં પરંપરાગત માછીમારોના 18 જાતિ જૂથોનો સમાવેશ થાય છે, જેમાં ખારવા મોહિલા કોળી, મછિયારા મુસ્લિમ, ભીલ, ટંડેલ, માછી, કહાર, વાઘેર અને નાવિકનો સમાવેશ થાય છે તે પોરબંદર વિધાનસભા મતવિસ્તારના મતદારોની બીજી સૌથી મોટી વોટ બેંક છે. સોમનાથ બેઠકનું પરિણામ બદલવામાં તેમની મહત્વરપૂર્ણ ભૂમિકા હોય છે. ચુન્ની ગોહેલ 1998 થી 2014 સુધી સાંસદ રહ્યા છે અને વિધાનસભામાં માછીમાર સમુદાયમાંથી રાજ્યમાં ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ છે. અન્ય ઘણી વિધાનસભા બેઠકોમાં મતદારોનો મુખ્ય સમૂહ માછીમારો છે.

કોંગ્રેસ અને AAPએ પણ માછીમાર સમુદાયને આકર્ષવા પ્રયાસ કર્યો

ભાજપ સરકારે સમાજની વિવિધ માંગણીઓ સ્વીકારીને અનેક જાહેરાતો કરી છે ત્યારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સપ્ટેમ્બર મહિનામાં એક પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પાકિસ્તાની એજન્સી દ્વારા પકડવામાં આવતી બોટ માટે 50 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે, આ બોટ માટે વાર્ષિક 36,000 લીટર ડીઝલ આપવામાં આવશે જે ટેક્સ ફ્રી હશે, તેમજ કોંગ્રેસે નાની ફાઈબર બોટોને પેટ્રોલ અને વાર્ષિક 4000 લીટર પેટ્રોલના ઉપયોગને વેચાણવેરામાંથી મુક્તિ આપવાનું વચન આપ્યું હતુ.

બીજી તરફ તાજેતરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા અને પોરબંદરથી ચૂંટણી લડી રહેલા જીવન જંગીએ કહ્યું છે કે કોઈપણ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાની છૂટ આપવાનો નિર્ણય હકીકતમાં વિપરીત અસર કરશે કારણ કે તે માછીમારો દ્વારા સંચાલિત સહકારી સમિતિઓની માટે કયામત સાબિત થશે. જાંગીએ કહ્યું છે કે, “આ નીતિ સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવતા પેટ્રોલ પંપોને બંધ કરવા અને માછીમાર સંગઠનોને નષ્ટ કરવા મજબૂર કરશે, આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં માછીમાર સમુદાય માટે ચૂંટણી વચનો સાથે આવશે જેમાં AAP સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહે કરાયેલી ગેરંટી કાર્ડ યોજનાનો પણ સમાવેશ થાય છે.

Web Title: Gujarat elections 2022 gujarat bjp government why forced influential fishermen community know reason

Best of Express