ગુજરાત ચૂંટણીમા ભાજપે કોંગ્રેસ કરતા કર્યો બે ગણો ખર્ચ, અમિત શાહ અને નીતિન ગડકરીના પ્રવાસ પર કેટલો ખર્ચ?

Gujarat elections Expenses : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આપ (AAP) જેવી રાજકીય પાર્ટીઓએ કેટલો ખર્ચ કર્યો? ચૂંટણી પંચે (election commission) અહેવાલ જાહેર કર્યો.

Written by Kiran Mehta
Updated : September 05, 2023 19:47 IST
ગુજરાત ચૂંટણીમા ભાજપે કોંગ્રેસ કરતા કર્યો બે ગણો ખર્ચ, અમિત શાહ અને નીતિન ગડકરીના પ્રવાસ પર કેટલો ખર્ચ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપે કેટલો ખર્ચ કર્યો?

ચૂંટણી પંચને સુપરત કરાયેલા 100 પક્ષોના ખર્ચના અહેવાલ મુજબ ભાજપે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે 200 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો, જે કોંગ્રેસના ખર્ચ કરતા બમણો છે. ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે તેની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાયેલા ભાજપના ખર્ચના અહેવાલમાં કુલ રૂ. 209.97 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, જેમાંથી રૂ. 163.77 કરોડ સામાન્ય પાર્ટી પ્રચાર માટે હતા.

પક્ષે તેના ઉમેદવારોના અપરાધિક ઈતિહાસના પ્રચાર પર રૂ. 5.15 કરોડ ખર્ચ્યા હતા – સુપ્રીમ કોર્ટના આદેશો અને ચૂંટણી પંચના નિર્દેશો મુજબ એક જરૂરિયાત છે. ભાજપની 156 સામે 17 બેઠકો સાથે બીજા ક્રમે રહેલી કોંગ્રેસે 103.26 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ જાહેર કર્યો, ચૂંટણી પંચ દ્વારા જૂનમાં પ્રકાશિત કરવામાં આવેલા તેના અહેવાલ મુજબ.

નીતિન ગડકરી અને અમિત શાહના પ્રવાસ પાછળ રૂ. 2.88 કરોડ ખર્ચાયા

કેન્દ્રીય બીજેપી યુનિટે પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને અમિત શાહના પ્રવાસ પર રૂ. 2.88 કરોડના ખર્ચની જાહેરાત કરી હતી અને ગૂગલ ઇન્ડિયા પર મીડિયા જાહેરાતો પાછળ માત્ર રૂ. 27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પાંચ બેઠકો સાથે ત્રીજા સ્થાને રહેલી AAPએ ફેબ્રુઆરીમાં ગુજરાત ચૂંટણીમાં તેના કુલ ખર્ચ તરીકે રૂ. 33.8 કરોડ જાહેર કર્યા હતા.

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીઓ તેજ કરી દીધી છે

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓને વેગ આપ્યો છે. ECI ટૂંક સમયમાં સમીક્ષા બેઠકો શરૂ કરવા જઈ રહી છે, જેમાં અત્યાર સુધીની તૈયારીઓ અને તેમાં રહેલી ખામીઓ પર ચર્ચા કરવામાં આવશે. વહેલી તકે ચૂંટણી પંચના અધિકારીઓની સૂચનાથી આ ખામીઓને દૂર કરવાની યોજના બનાવવામાં આવશે. આ ક્રમમાં ભારતના ચૂંટણી પંચની ત્રણ સભ્યોની ટીમ સમીક્ષા બેઠક દ્વારા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ શકે છે. સામાન્ય ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચનો મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોJamnagar News : રિવાબા જાડેજા, પૂનમ માડમ અને મેયર બીના રાઠોડ વચ્ચે ‘ચપ્પલ’ને લઇને જાહેરમાં તૂ તૂ મૈ મૈ…

બીજી બાજુ, શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર, વિભાજીત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નામ અને સત્તાવાર ચિન્હને લઈને વિવાદમાં છે. ઈલેક્શન કમિશને બંને પક્ષોને નોટિસનો જવાબ આપવા માટે વધુ ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ