ગુજરાતમાં 10,800 નોકરી! ગુજરાત સરકારે રૂ. 9,852 કરોડના રોકાણ માટે 18 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

Job in Gujarat : ગુજરાતમાં નોકરીની તક વધશે, ગુજરાત સરકારે (Gujarat Goverment) 18 જેટલી કંપનીઓ સાથે રોકાણ માટેના ઓમઓયુ (MoU) કર્યા છે, તો જોઈએ કયા કયા વિસ્તારમાં નોકરીની તક ઉભી થશે.

Job in Gujarat : ગુજરાતમાં નોકરીની તક વધશે, ગુજરાત સરકારે (Gujarat Goverment) 18 જેટલી કંપનીઓ સાથે રોકાણ માટેના ઓમઓયુ (MoU) કર્યા છે, તો જોઈએ કયા કયા વિસ્તારમાં નોકરીની તક ઉભી થશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ગુજરાતમાં નોકરીની તક વધશે - ગુજરાત સરકારે રોકાણ માટે 18 એમઓયુ કર્યા (ફોટો - પ્રતિકાત્મક)

Gujarat Job : ગુજરાત સરકારે (Gujarat Goverment) સોમવારે 18 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પરિણામે 9,852 કરોડ રૂપિયાનું સંભવિત રોકાણ થશે અને 10,800 લોકોને રોજગારી મળશે.

Advertisment

સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હસ્તાક્ષર કરાયેલા કુલ એમઓયુમાંથી 5,733 કરોડ રૂપિયાના કરાર વિદેશી રોકાણકારો સાથે કરવામાં આવ્યા છે. હસ્તાક્ષર કરાયેલા કરારો પૈકી, ગાર્ડન સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સુરત જિલ્લાના જોલવા ગામમાં યાર્ન અને પોલિએસ્ટર ચિપ્સના ઉત્પાદન પ્લાન્ટ માટે રૂ. 2,533 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો - Indian bank SO Recruitment : ઇન્ડિયન બેંક SO 203 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન 2023 અરજી કરો

એશિયન પેઇન્ટ્સે દહેજમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે રૂ. 2,100 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત કરી હતી, જ્યારે મેનકાઇન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરામાં રૂ. 1,100 કરોડનું રોકાણ કરશે અને 1,100 નોકરીની તકો ઊભી કરશે. આ સ્થળો ઉપરાંત, કચ્છ, અમદાવાદ અને સાબરકાંઠા એવા અન્ય જિલ્લા છે જ્યાં રોકાણનું વચન આપવામાં આવ્યું હતું, એમ પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ગુજરાત નોકરી કરિયર