Gujarat Job : ગુજરાત સરકારે (Gujarat Goverment) સોમવારે 18 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પરિણામે 9,852 કરોડ રૂપિયાનું સંભવિત રોકાણ થશે અને 10,800 લોકોને રોજગારી મળશે.
સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હસ્તાક્ષર કરાયેલા કુલ એમઓયુમાંથી 5,733 કરોડ રૂપિયાના કરાર વિદેશી રોકાણકારો સાથે કરવામાં આવ્યા છે. હસ્તાક્ષર કરાયેલા કરારો પૈકી, ગાર્ડન સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સુરત જિલ્લાના જોલવા ગામમાં યાર્ન અને પોલિએસ્ટર ચિપ્સના ઉત્પાદન પ્લાન્ટ માટે રૂ. 2,533 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો – Indian bank SO Recruitment : ઇન્ડિયન બેંક SO 203 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન 2023 અરજી કરો
એશિયન પેઇન્ટ્સે દહેજમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે રૂ. 2,100 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત કરી હતી, જ્યારે મેનકાઇન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરામાં રૂ. 1,100 કરોડનું રોકાણ કરશે અને 1,100 નોકરીની તકો ઊભી કરશે. આ સ્થળો ઉપરાંત, કચ્છ, અમદાવાદ અને સાબરકાંઠા એવા અન્ય જિલ્લા છે જ્યાં રોકાણનું વચન આપવામાં આવ્યું હતું, એમ પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.