Gujarat Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યા છે. મતદાન સમાપ્ત થતા જ અલગ-અલગ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલના પરિણામના આંકડા બહાર આવ્યા છે. એક્ઝિટ પોલથી અંદાજો લગાવી શકાશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. જોકે આ તો ફક્ત પોલ હોય છે ગુજરાતના સાચા પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
ટીવી-9ના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં બીજેપીને બહુમત
ટીવી નાઇનના એક્ઝિટ પોલના મતે ગુજરાતમાં બીજેપીને 128 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 45, આમ આદમી પાર્ટીને 4 સીટ અને અન્યને 5 સીટ મળવાનો અંદાજ છે.
ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ
ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં બીજેપીને 131-151 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 16-30, આમ આદમી પાર્ટીને 9-21 અને અન્યને 0 સીટ મળવાનો અંદાજ છે.
જન કી બાત એક્ઝિટ પોલ
જન કી બાત ના એક્ઝિટ પોલના મતે ગુજરાતમાં બીજેપીને 129 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 43, આમ આદમી પાર્ટીને 10 સીટ અને અન્યને 0 સીટ મળવાનો અંદાજ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ
સોર્સ ભાજપા કોંગ્રેસ આપ અન્ય ઇન્ડિયા ટૂડે-એક્સિસ 129-151 16-30 9-21 2-6 ટીવી-9 125-130 40-50 3-5 3-7 જન કી બાત-NEWS X 117-140 34-51 6-13 – ETG-TNN 139 30 11 2 ટુડેઝ ચાણક્ય-ન્યૂઝ 24 150 19 11 2 એબીપી-સી વોટર 128-140 31-43 3-11 2-6 રિપબ્લિક-પી માર્ક 128-148 30-42 2-10 0-3
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યા
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યાના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 150 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને 19, આમ આદમી પાર્ટીને 11 સીટો મળશે. અન્યને 2 સીટ મળવાનો અંદાજ છે.
Republic – PMARQ નો એક્ઝિટ પોલ
P-MARQના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 182માંથી 128-148 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને 30-42 અને આમ આદમી પાર્ટીને 2-10 સીટો મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2022 : હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચેની કાંટાની ટક્કર
એબીપી – સી વોટર એક્ઝિટ પોલ
એબીપી – સી વોટર એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 128-140 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને 31-41, આમ આદમી પાર્ટીને 3-11 અને અન્યને 2-6 સીટ મળવાનો અંદાજ છે.
ETG-TNNનો એક્ઝિટ પોલ
ETG-TNNના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 139 સીટો મળશે. જ્યારે કોંગ્રસને 30 સીટ, આમ આદમી પાર્ટી 11 સીટ અને અન્યને 2 સીટો મળશે.
NEWS X એક્ઝિટ પોલ
NEWS X એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 117થી 140, કોંગ્રસને 34 થી 51 વચ્ચે અને આમ આદમી પાર્ટીને 6 થી 13 સીટો મળવાનો અંદાજ છે.
હાલ ગુજરાતમાં ભાજપાની સરકાર છે
ગુજરાતમાં ભાજપાની સરકાર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપને 182 સીટોમાંથી 99 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસને 77 સીટો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો થયો છે.