Gujarat Lok Sabha Election 2024 Exit Poll Result : લોકસભા ચૂંટણી 2024 ને લઈ એક્ઝિટ પોલ પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. લગભગ તમામ સર્વે એજન્સિઓના એક્ઝિટ પોલમાં મોદી સહેર યથાવત રહેવાની ધારણા કરવામાં આવી છે. આ અંતર્ગત જો આપણે ગુજરાતની 26 બેઠકોની વાત કરીએ તો, ગુજરાતમાં પણ ભાજપ ઈન્ડિયા ગઠબંધનને ક્લિન સ્વીપ આપી શકે છે, તેવું અનુમાન છે. ગુજરાતની 26 બેઠકો પર 11 સર્વે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 8 માં ભાજપને 26 માંથી 26 બેટકો મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ સર્વેમાં 1 અથવા બે સીટો કોંગ્રેસને મળશે તેવી આશા રાખવામાં આવી છે. તો જોઈએ કોણે શું દાવો કર્યો
ગુજરાત લોકસભા ચૂંટણી 26 બેઠક એક્ઝિટ પોલ પરિણામ
ન્યુઝ24 ચાણક્ય એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
ન્યુઝ24 ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપ ફરી એકવાર ગુજરાતની 26માંથી 26 બેઠકો પર કબ્જો કરી શકે છે. કોંગ્રેસ તથા આપને મળશે નિરાશા.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
એબીપી ન્યુઝ સી-વોટર એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ પહેલા ગુજરાતની 26 બેઠકો માટે એબીપી ન્યુઝ સી-વોટરે ભાજપને 25 બેઠકો તો કોંગ્રેસ 01 બેઠક પર જીતી શકે છે, તેવો દાવો કર્યો છે
પાર્ટી સીટો ભાજપ 25 કોંગ્રેસ 01 આપ 00
જન કી બાત એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
તો જન કી બાત એક્ઝિટ પોલ માં પણ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ ક્લિન સ્વીપ સાથે બધી બેઠકો જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
રિપબ્લિક પીએમઆરક્યૂ એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
આ બાજુ રિપબ્લિક પીએમઆરક્યૂ ના એક્ઝિટ પોલમાં પણ 26 બેઠકો પર ફરી એકવાર ભાજપનો ભગવો જ લહેરાશે અને કોંગ્રેસ-આપ ના ઈન્ડિયા ગઠબંધનને નિરાશા હાથ લાગશે તેવું અનુમાન છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
ન્યુઝ નેશન એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
ન્યુઝ નેશન એક્ઝિટ પોલ માં પણ કોંગ્રેસ અને આપ ને એક પણ સીટ પર જીત ન મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કબ્જો કરી શકે છે તેવું તારણ કાઢવામાં આવ્યું છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં કોંગ્રેસને 01 બેઠક પર જીત મળી શકે છે તેવું કહેવામાં આવ્યું છે, જ્યારે ભાજપ 25 બેઠકો પર કબ્જો કરશે. આપનુ પરિણામ 00 રહેશે.
પાર્ટી સીટો ભાજપ 25 કોંગ્રેસ 01 આપ 00
ઈન્ડિયા ટીવી એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
તો ઈન્ડિયા ટીવી એક્ઝિટ પોલ પરિણામ 2024 માં પણ ગુજરાતની 26 બેઠકોમાંથી 26 પર ભાજપ ફરી એકવાર જીત નોંધાવશે તેવું અનુમાન છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
ટાઈમ્સ નાઉ ઈટીજી એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
આ બાજુ ટાઈમ્સ નાઉ ઈટીજી એક્ઝિટ પોલ પરિણામ 2024 નો સર્વે પણ ભાજપ 26 બેટકો, કોંગ્રેસ 00 અને આપ પણ 00 પર જ રહેશે તેવું કહેવામાં આવ્યું છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
રિપબ્લિક મેટ્રિઝ એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
રિપબ્લિક મેટ્રિઝ એક્ઝિટ પોલ પરિણામ 2024 દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ 24 બેટક જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠકો જીતવામાં સફળ થઈ શકે છે, તો આપને એક પણ બેઠક પર જીત નહીં મળે.
પાર્ટી સીટો ભાજપ 24 કોંગ્રેસ 02 આપ 00
ટીવી9 ભારત વર્ષે એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
તો ટીવી9 ભારત વર્ષે એક્ઝિટ પોલ 2024 કહી રહ્યા છે કે, ભાજપ ક્લિન સ્વિપ કરી ફરી એકવાર 26 બેઠકો પર કબ્જો કરશે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
ન્યુઝ એક્સ ડી-ડાયનેમિક્સ એક્ઝિટ પોલ પરિણામ 2024 – ગુજરાત
આ બાજુ ન્યુઝ એક્સ ડી-ડાયનેમિક્સ એક્ઝિટ પોલ પરિણામ 2024 નો આંકડો પણ ભાજપની તરફેણ કરી રહ્યો છે અને 26માંથી 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
પાર્ટી સીટો ભાજપ 26 કોંગ્રેસ 00 આપ 00
તમને જણાવી દઈએ કે, ગુજરાતની 26 બેઠકો માટે 11 સર્વે સામે આવ્યા છે, જેમાંથી 8 એજન્સીઓનો દાવો છે કે ફરી એકવાર ભાજપ 26માંથી 26 બેઠકો જીતશે તો બે એજન્સીઓએ 1-1 બેઠક પર કોંગ્રેસને સફળતા મળશે તેવો દાવો કર્યો છે, જ્યારે એક એજન્સીએ તો 2 બેઠકો કોંગ્રેસ જીતશે તેવું જણાવ્યું છે. મહત્તવની વાત એ છે કે, એક પણ સર્વેમાં આપ કોઈ સીટ જીતશે તેવો દાવો કરવામાં આવ્યો નથી.
લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ પરિણામ પર એક નજર
લોકસભા ચૂંટણીના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે 4 જૂને મતગણતરીની રાહ જોવાની છે, આ વચ્ચે મતદાન સમાપ્ત થતા જ સર્વે એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જોઈએ કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી બાજી મારશે કે ઈન્ડિયા ગઠબંધન કઈં કમાલ કર રહી છે.
ચેનલ/એજન્સી એન.ડી.એ. ગઠબંધન ઈન્ડિયા ગઠબંધન અન્ય ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયા 361-401 131-166 8-20 એબીપી ન્યૂઝ-સી વોટર 353-383 152-182 4-12 ઇન્ડિયા ટીવી-સીએનએક્સ 371-401 109-139 28-38 & Pibl ભારત-મેટ્રિક્સ 353-368 118-133 43-48 સમાચાર 24-આજનો ચાણક્ય 400 107 36 લોકોની વાત 362-392 141-161 10-20 સમાચાર રાષ્ટ્ર 342-378 153-169 21-23 આર.પી.વી.ટી.વી.માર્ક 359 154 30 ભારત સમાચાર-ડી ડાયનામેક્સ 371 125 47 દૈનિક ભાસ્કર 281-350 145-201 33-49 Times Now- ETG 358 152 33 TV9 ભારતવર્ષા-પોલસ્ટ્રેટ 342 166 35 ઇન્ડિયા ડેઇલી લાઇવ 360-406 96-116 30-60
ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, ત્રણ એક્ઝિટ પોલ એવા છે જેમાં એનડીએ ગઠબંધનને 400થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયા, ઇન્ડિયા ટીવી-સીએનએક્સ અને ઇન્ડિયા ડેઇલી લાઇવનો સમાવેશ થાય છે. તો સમાચાર 24-ટુડેઝ ચાણક્યએ કહ્યું છે કે એનડીએને 400 બેઠકો મળશે, તેવું જણાવી રહી છે. જોકે પરિણામ 4 જૂન 2024 એ સામે આવી જશે