/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gandhidham-Fake-ED-Officer-Raid-On-Radhika-Jewellers-.jpg)
Gandhidham Fake ED Officer Raid Case: ગાંધીધામ રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી રેડ કેસમાં 12 આરોપી ઝડપાયા અને 1 ફરાર છે. નકલી અંકિત તિવારી નામના ઇડી અધિકારીનું ફેક આઈડી કાર્ડ. (Photo: Social Media)
Gujarat Fake ED Officer Raid On Radhika Jewellers In Gandhidham: ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ચકચાર મચી છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇડી અધિકારીની ટોળકી એ ગાંધીધામના સોની વેપારી રાધિકા જ્વેલર્સ પર કેમ અને કેવી રીતે રેડ પાડી ચાલો જાણી સંપૂર્ણ કેસ
ગાધીધામ રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી રેડનું ષડયંત્ર કેવી રીતે રચાયું?
ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની પેઢી પર નકલી ઇડી અધિકારીની રેડ પાડવાનું ષડયંત્ર ગાંધીધામમાં રચાયું હતું. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયા (સોની)એ તેના મિત્ર દેવાયત વિસુભાઈ ખાચર (રહેઠાંણ મેઘપર બોરિચી)ને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જવેલર્સ નામની પેઢીમાં 5 - 6 વર્ષ પહેલા ઇન્કમ ટેક્સની રેડ પડી હતી, જેમાં મોટા જથ્થામાં સોના ચાંદી અને રકમ રકમ મળી હતી. હજી પણ જવેલર્સના માલિક પાસે 100 કરોડથી વધારે મુદ્દામાલ હોવાની વાત કરી હતી.
10 ટકા ઈનામ મેળવવાની લાલચમાં ફસાયા
હકીકતમાં ભૂજના આરોપીઓએ રાધિકા જ્વેલર્સ પર રેડ પાડી ઈડી તરફથી 10 ટકા ઈનામ મેળવવાની લાલચમાં રેડ પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ભૂજના ઇસમનો પહેલા ખોટી ઇડીની રેડ પાડ્યા બાદ મુદ્દા માલ જોઇ સાચા ઇડી અધિકારીઓ બોલાવી રેડ પાડવાનો પ્લાન હતો. જો કે અમદાવાદથી આવેલા તમામ લોકો નકલી હોતા.
આદિપુરના ભરત મોરવાડિયા, મેધપરના દેવાયત ખાચર અને ઈયુઝીન અગસ્ટીન ડેવીડ, ભૂજના પત્રકાર મિત્ર અબ્દુલ સતાર માંજોઠી, હિતેષ યત્રભૂજ ઠક્કર, વિનોદ રમેશબાઈ ચુડાસમા અને અમદાવાદના આશિષ મિશ્રા, ચન્દ્રરાજ નાયર, અજય દુબે, અમિત મહેતા, નિશા અમિત મહેતા અને શૈલેન્દ્ર દેસાઇ (રેલવે કર્મચારી) અને વિપિન શર્મા એ નકલી ઇડી અધિકારી બની રાધિકા જ્વેલર્સ પર દરોડા પાડ્યો હતો.
નકલી ઇડી અધિકારી બની રેડ પાડી
નિર્ધારિત પ્લાન મુજબ અમદાવાદ થી 2 કારમાં છ લોકો આવ્યા. ગાંધીધામ બસ સ્ટેશન નજીક ભૂજના સાગરીતો સાથે તેમણે બેઠક કરી અને ત્યાથી અલગ અલગ વાહનમાં બેસી તેઓ રાધિકા જ્વેલર્સની દુકાન પર પહોંચ્યા હતા. જેમા અમદાવાદથી આવેલા આરોપી શૈલેન્દ્ર દેસાઇ પોતે ઇડી અધિકારી હોવાનું જણાવી રેડ પાડી હતી. આ માટે શૈલેન્દ્ર દેસાઈ એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઇ કાર્ડ દેખાડ્યું હતું.
ત્યારબાદ રાધિકા જ્વેલર્સના માલિક કનૈયા પ્રતાપભાઈ ઠક્કરના ઘર અને તેમના ભાઈઓના ઘરે વધ તપાસ માડે રેડ પડી સર્ચ ઓપરેશનનું નાટક કર્યું હતું. સર્ચ ઓપરેશનમાં સોની વેપારના ઘર સોના ચાંદીના દાગીના અને કિંમતી મુદ્દા માલ, રોકડ રકમ અલગ તારવી લીધા અને ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન આ બોગસ ઇડી અધિકારી બની ગયેલી એક મહિલા નિશા મહેતાએ સોની વેપારીના ઘરના સભ્યોની નજર ચૂકવી સોનાના દાગીના ચોરી લીધા હતા. આ વાત ધ્યાને આવતા ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ઇડી અધિકારી બની રેડ પાડનાર લેભાગુ ટોળકીને દબોચી લીધા હતા.
बिग ब्रेकिंग :
आज देशात ED ची फर्जी टीम पकडली गेली.
या टीम मध्ये 12 जण होते.
स्थळ = म्हारो गुजरात.
वो है तो मुमकिन है !!pic.twitter.com/b1yWbRyRXj— Adv Anand Dasa (@Anand_Dasa88) December 5, 2024
નકલી ઇડી અધિકારીઓ પાસેથી 45 લાખનો માલ જપ્ત
આ કેસમાં પોલીસે ઇડી અધિકારી બની રેડ પાડનાર આરોપીઓ પાસેથી 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમા નિશા મહેતાએ ચોરી કરેલા સોનાની 100 ગ્રામની લગડી, 6 લેડીઝ બ્રેસલેટ, નકલી ઇડીનું આઈકાર્ડ, 13 મોબાઇલ ફોન, 3 કાર અને એક્ટિવા સહિત લગભગ 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ જપ્ત કર્યો છે.
ગાંધીધામ નકલી ઈડી અધિકારી રેડ કેસમાં ઝડપાયેલા આરોપીઓ
- ભરત શાંતિલાલ મોરવાડિયા, આદિપુર
- દેવાયત વીસુભાઈ ખાચર, મેધપર, અંજાર
- અબ્દુલસતાર ઈશાંક માંજોઠી, ભુજ
- હિતેષ ચત્રભુજ ઠક્કર, ભુજ
- વિનોદ રમેશભાઈ ચુડાસમા, ભુજ
- ઈયુઝીન અગસ્ટીન ડેવિડ, મેધપર, અંજાર
- આશિષ રાજેશભાઇ મિશ્રા, અમદાવાદ
- ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અમદાવાદ
- અજય જગન્નાથ દુબે, અમદાવાદ
- અમિત કિશોરભાઇ મહેતા, અમદાવાદ
- નિશા અમિતભાઇ મહેતા, અમદાાદ
- શૈલન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ (રેલવે કર્મચારી)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us