/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/hathidra.jpg)
Hathidra Hills : હાથીદ્રા હિલ્સ પાલનપુરથી 20 કિમી દૂર છે. (Photo: Social Media)
Famous Tourist Places In Gujarat: ગુજરાતના લોકો ફરવાના બહુ શોખીન હોય છે. ગુજરાત સહિત દેશ વિદેશમાં ગુજરાતીઓ ફરવા જાય છે. ઘણા લોકોને દરિયા કિનારે ફરવાનો શોખ હોય છે તો અમુકને ઉંચા પર્વતો હિલ સ્ટેશન પર જવાની ઇચ્છા હોય છે. જો તમને ફરવાનો શોખ છે પણ સમય અને બજેટના અભાવે જઇ શકતા નથી, તો ચિંતા ન કરો. તમે ઓછા સમય અને ખર્ચમાં ગુજરાતના મિનિ કાશ્મીર સમાન આ અદભુત સુંદર સ્થળની મુલાકાત લઇ શકો. આ સ્થળે ઉંચા પહાડ, તળાવ, સનસેટ સાથે સુંદર કુદરતી દ્રશ્યો અને આધ્યાત્મિકતાનો અનુભવ માણી શકાય છે.
હાથીદ્રા ગુજરાતનું મિનિ કાશ્મીર
હાથીદ્રા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. હાથીદ્રા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું એક નાનું ગામ છે. હાથીદ્રા પાલનપુર શહેરથી લગભગ 20 કિમી આવેલું છે. વન ડે પિકનિક માટે હાથીદ્રા ઉત્તમ સ્થળ છે.
હાથીદ્રા જોવાલાયક સ્થળ
હાથીદ્રામાં જોવાલાયક ઘણા સ્થળો છે. હાથીદ્રામાં પર્વતની તળેટીમાં પથ્થરોની ગુફામાં પ્રાચીન ગંગેશ્વરે મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શંકર અને પર્વતા માતાની દર્શન કરી શકાય છે. મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાના મંદિરો પણ આવેલા છે. કુદરતી સાર્નિધ્ય વચ્ચે શાંત વાતાવરણમાં મુલાકાતીઓ આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. પર્વત ઉપર રાધા કૃષ્ણનું સુંદર મંદિર આવેલું છે. તળેટીથી પર્વત સુધી પહોંચવા પાક્કા પગથિયા બનેલા છે.
હાથીદ્રામાં પર્વતની બાજુમાં એક મોટું ચેક ડેમ આવેલું છે. આ ચેક ડેમ હાથીદ્રાની સુંદરતમાં વધારો કરે છે. ચાલે બાજુ ઉંચા પહાડ, લીલાછમ ખેતરો અને મેદાન જોઇ આંખોને ઠંડક અને મનને શાંતિનો અનુભવ થાય છે. હાથીદ્રામાં ઉંચા પર્વત પરથી સનસેટ જોવાનો અનુભવ યાદગાર રહે છે. ચોમાસામાં વરસાદ બાદ અહીં આહલાદક માહોલ હોય છે. ચોમાસામાં ઝરમર વરસાદ, ધુમ્મસ અને ઠંડા વાતાવરણમાં પ્રવાસીઓને કાશ્મીર અને શિમલા જેવો અનુભવ છે. હાથીદ્રા હિલ્સ પર ટ્રેકિંગ કરી શકાય છે.
હાથીદ્રા અંબાજી મંદિરથી બહુ નજીક
ઘણા લોકો અંબાજી મંદિર જાય છે. જો તમે અંબાજી મંદિર જાવ તો હાથીદ્રા જવાનું ભૂલશો નહીં. અંબાજી મંદિરથી હાથીદ્રા માત્ર 40 કિમી દૂર આવેલું છે. તો પાલનપુરથી હાર્થીદ્રા 20 કિમી અંતર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us