/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Gujarat-summer-weather.jpg)
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ - photo- freepik
Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં શિયાળો હવે પુરો થયો અને ઉનાળાની શરુઆત થઈ ગઈ હોય એવું લાગે છે. ગુજરાતમાં હવે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે તાપમાન ઉચકાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતાઓ સેવી છે. અત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી પહોંચી ગયું છે.
ગુજરાતમાં બેવડી ઋતુનું અહેસાસ
ગુજરાતમાં ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17.8 ડિગ્રી લઘુતમ તાપમાનથી લઈને 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે નલિયામાં 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કેટલું રહ્યું તાપમાન?
ગુજરાતમાં અત્યારે ગરમી વધી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ગરમી પડવાનું શરું થયું છે. અમદાવાદમાં લઘુતમ તપામાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે સેવી છે. અમદાવાદમાં સવારે ઠંડી અને બપોરે ઉનાળાની ગરમીનો અહેસાશ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં તાપમાન 18.5 ડિગ્રીથી લઈને 39.2 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 38.7 | 21.0 |
| ડીસા | 38.9 | 20.0 |
| ગાંધીનગર | 39.2 | 18.5 |
| વિદ્યાનગર | 38.5 | 21.8 |
| વડોદરા | 38.4 | 20.6 |
| સુરત | 38.7 | 23.0 |
| વલસાડ | – | – |
| દમણ | 33.2 | 19.8 |
| ભૂજ | 40.4 | 22.2 |
| નલિયા | 39.5 | 17.8 |
| કંડલા પોર્ટ | 35.4 | 20.4 |
| કંડલા એરપોર્ટ | 39.2 | 21.7 |
| અમરેલી | 39.0 | 19.8 |
| ભાવનગર | 36.7 | 20.2 |
| દ્વારકા | 29.4 | 23.2 |
| ઓખા | 31.0 | 23.8 |
| પોરબંદર | 34.2 | 18.0 |
| રાજકોટ | 41.1 | 20.6 |
| વેરાવળ | 30.6 | 21.8 |
| દીવ | 31.0 | 19.3 |
| સુરેન્દ્રનગર | 40.5 | 22.4 |
| મહુવા | 36.8 | 17.9 |
| કેશોદ | 39.2 | 17.9 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ગરમી વિશે હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ઉનાળાની એન્ટ્રીના પગલે હવામાન વિભાગે પણ ગરમી વિશે આગાહી કરવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારે સોમવારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us