/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/La-nina-effect.jpg)
મે મહિનામાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ( Express photo by Gajendra Yadav)
Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં હજી ઉનાળો આકરો બનવાનું શરૂ થયો છે. ઉનાળાની શરુઆતથી જ ગુજરાતમાં રેડ અને યલો યેલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે.
સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં ઉનાળાની શરુઆતથી જ ગરમી પડવાનું શરુ થઈ ગયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 32 ડિગ્રીથી લઈને 42.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે ઓખામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની સપાટી વટાવી
રાજ્યમાં ગરમી વધવા લાગી છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની સપાટી વટાવીને 41.2 ડિગ્રીએ પહોંચી હતી.આ સાથે ગાંધીનગરમાં પણ ગરમી 41.2 ડિગ્રી એ પહોંચી હતી. જોકે, સવારના સમયમાં હજી પણ થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.2 | 21.8 |
| ડીસા | 41.6 | 20.3 |
| ગાંધીનગર | 41.2 | 19.6 |
| વિદ્યાનગર | 41.9 | 25.0 |
| વડોદરા | 41.2 | 22.0 |
| સુરત | 40.0 | 24.8 |
| વલસાડ | – | – |
| દમણ | 36.2 | 21.2 |
| ભૂજ | 42.4 | 24.2 |
| નલિયા | 41.4 | 18.0 |
| કંડલા પોર્ટ | 40.1 | 23.0 |
| કંડલા એરપોર્ટ | 41.2 | 20.5 |
| અમરેલી | 41.6 | 22.2 |
| ભાવનગર | 39.7 | 23.8 |
| દ્વારકા | 34.8 | 23.4 |
| ઓખા | 32.0 | 24.6 |
| પોરબંદર | 41.0 | 21.6 |
| રાજકોટ | 42.3 | 21.2 |
| વેરાવળ | 33.0 | 24.7 |
| દીવ | 36.0 | 20.8 |
| સુરેન્દ્રનગર | 42.8 | 22.8 |
| મહુવા | 37.6 | 21.6 |
| કેશોદ | 41.9 | 19.9 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનું રેડ એલર્ટ
ગુજરાતમાં ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારનો રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ,સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં પણ ભારે હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હેટવેવની સાથે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. કામ વગર ઘરની બહાર ન નીકળવાનુ સલાહ તંત્ર આપી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us