Gujarat Summer weather update : ગુજરાતમાં સતત બીજા દિવસે ગરમીમાં આંશિક રાહત, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

Gujarat Weather Forecast : બે દિવસ પહેલા રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જોકે, સતત બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

Gujarat Weather Forecast : બે દિવસ પહેલા રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જોકે, સતત બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather

ગુજરાત ઉનાળો વેધર અપડેટ - photo - freepik

Gujarat Summer weather update, ગુજરાત વેધર :ગુજરાતમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. બે દિવસ પહેલા રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જોકે, સતત બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

Advertisment

40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 31.4 ડિગ્રીથી લઈને 40.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ અનુક્રમે 40.7 ડિગ્રી અને 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 39 ડિગ્રી નજીક પહોંચ્યું

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનન 39 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી અને 39.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં સવારમાં થોડી ઠંડકનો અનુભવ થાય છે જોકે, બપોરે આકરી ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.324.0
ડીસા38.022.1
ગાંધીનગર39.422.6
વિદ્યાનગર0023.2
વડોદરા38.021.8
સુરત39.222.2
વલસાડ
દમણ36.4 21.2
ભૂજ37.4 22.6
નલિયા33.820.4
કંડલા પોર્ટ40.721.1
કંડલા એરપોર્ટ41.016.7
અમરેલી40.021.5
ભાવનગર36.524.0
દ્વારકા31.424.8
ઓખા31.624.4
પોરબંદર35.019.4
રાજકોટ38.523.0
વેરાવળ31.522.8
દીવ38.320.7
સુરેન્દ્રનગર38.323.0
મહુવા37.617.1
કેશોદ38.420.4
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગરમી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ઉનાળો જામી ગયો છે. શરુઆતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ પણ કરી દીધું હતું. જોકે છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાવાની શક્યતા સેવી છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત