Gujarat Weather updates : ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

Gujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે હજી પણ આગામી દિવસોમાં 2-4 ડિગ્રી તાપમાન ઘટશે.રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Gujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે હજી પણ આગામી દિવસોમાં 2-4 ડિગ્રી તાપમાન ઘટશે.રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat summer weather

ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ - photo- freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં બે ત્રણ દિવસ ગરમી પડ્યા બાદ થોડી રાહત જોવા મળી હતી. ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે હજી પણ આગામી દિવસોમાં 2-4 ડિગ્રી તાપમાન ઘટશે.રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Advertisment

41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર નીકળ્યું છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 32.2 ડિગ્રી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ અને રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી વધુ ગરમ રહ્યું હતું. જ્યારે ઓખામાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ગરમી ઘટીને 40 ડિગ્રી નીચે ઉતર્યું

ગુજરાતમાં ગરમી ઘટી છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન ઘટ્યું છે. અમદાવાદમાં તાપમાન ઘટીને 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન ઘટીને 39 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં પણ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.622.5
ડીસા39.119.5
ગાંધીનગર39.022.4
વિદ્યાનગર37.723.5
વડોદરા39.023.8
સુરત38.425.0
વલસાડ
દમણ34.023.4
ભૂજ38.623.5
નલિયા36.015.8
કંડલા પોર્ટ40.521.0
કંડલા એરપોર્ટ41.016.7
અમરેલી40.422.4
ભાવનગર37.2 24.4
દ્વારકા30.823.8
ઓખા32.223.8
પોરબંદર37.4 20.0
રાજકોટ41.023.3
વેરાવળ33.922.8
દીવ33.0 19.7
સુરેન્દ્રનગર39.8 23.0
મહુવા38.8 20.1
કેશોદ40.6 20.0
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો નોંધાશેઃ હવામાન વિભાગ

ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જોકે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ ઉનાળો આજનું હવામાન અપડેટ ગુજરાત