/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-summer-update.jpg)
ગુજરાત વેધર અપડેટ્સ - Photo - freepik
Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં શિયાળો હવે લગભગ પૂરો થવા આવ્યો છે. છતાં પણ અત્યારે વાતાવરણમાં બે તરફી હવામાન નોંધાઈ રહ્યું છે. જોકે, હવે ગુજરાતમાં ઉનાળો એન્ટ્રી માટે તૈયાર બેઠો છે. ધીમે ધીમે રાજ્યના તાપમાન ઉચકાઈ રહ્યું છે. અને આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગ દ્વારા આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.2 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકા અને ઓખામાં 23 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 15.8 ડિગ્રી અને મહુવામાં 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી પહોંચ્યું
ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 13 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 37.6 | 14.9 |
| ડીસા | 37.4 | 15.8 |
| ગાંધીનગર | 37.8 | 13.0 |
| વિદ્યાનગર | 36.3 | 18.6 |
| વડોદરા | 37.0 | 16.6 |
| સુરત | 36.1 | 19.4 |
| વલસાડ | – | – |
| દમણ | 34.0 | 18.6 |
| ભૂજ | 39.5 | 19.1 |
| નલિયા | 35.2 | 15.2 |
| કંડલા પોર્ટ | 35.2 | 18.5 |
| કંડલા એરપોર્ટ | 37.4 | 16.2 |
| અમરેલી | 38.5 | 18.0 |
| ભાવનગર | 35.0 | 19.6 |
| દ્વારકા | 28.9 | 23.0 |
| ઓખા | 30.0 | 23.0 |
| પોરબંદર | 34.1 | 19.8 |
| રાજકોટ | 38.8 | 17.8 |
| વેરાવળ | 33.8 | 20.4 |
| દીવ | 35.8 | 14.4 |
| સુરેન્દ્રનગર | 38.3 | 19.0 |
| મહુવા | 37.2 | 15.9 |
| કેશોદ | 38.0 | 16.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં પાંચ દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી ઉચકાશે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધી તાપમાન ઉચકાશે. જોકે, અત્યારે સવારમાં ઠંડી અને બપોરે ઉનાળાની ગરમી અનુભવાઈ રહી છે. જોકે, આગામી થોડા દિવસોમાં ઉનાળો એકદમ શરૂ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us