Gujarat: રેલવે ટ્રેક પર સિંહની જાનહાની ટળી, ગુજરાત વન વિભાગની સરાહનીય કામગીરી

Gir Lion Rescue Operation: રાજુલા પીપીવાવ રેલવ ટ્રેક પર એક જ દિવસમાં ગુજરાત વનવિભાગે કુલ 8 ઘટનામાં 7 સિંહ સહિત અન્ય 9 વન્ય પ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડી તેમનો જીવ બચાવ્યો છે.

Written by Ajay Saroya
June 17, 2024 22:46 IST
Gujarat: રેલવે ટ્રેક પર સિંહની જાનહાની ટળી, ગુજરાત વન વિભાગની સરાહનીય કામગીરી
Gir Lion: ગુજરાત વનવિભાગે રેલવે ટ્રેકથી સિંહનો દૂર ખસેડી જીવ બચાવ્યો.

Gir Lion Rescue Operation: ગીર સિંહ ગુજરાતનું ઘરેણું છે અને તેના રક્ષણ માટે વન વિભાગ પ્રયત્નશીલ છે. તાજેતરમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓનો જીવ બચાવવામાં ગુજરાત વનવિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગ દ્વારા કુલ 8 ઘટનામાં 7 સિંહ સહિત અન્ય 9 વન્યપ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડી જીવ બચાવ્યો છે. ઘણી વખત સિંહ રહેણાંક વિસ્તાર નજીકમાં આવી જાય છે જ્યારે વન વિભાગ દ્વારા પ્રાણીઓને ફરી જંગલ તરફ ખેસડવાની કામગીરી કરવામાં આવે છે.

રેલવે ટ્રેક નજીક 7 સિંહ આવી ચઢ્યા, વન વિભાગે સુરક્ષિત ખસેડી જીવ બચાવ્યો

તાજેતરમાં પીપાવાવ રેલવે ટ્રેક પર 7 સિંહ અન્ય વન્યપ્રાણીઓ આવી ગયા હતો. જો કે સદનસીબે વનવિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડી તેમનો અમૂલ્ય જીવ બચાવ્યો છે. આ ઘટના અંગે પાલીતાણા શેત્રુજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ગત 15 જૂનના રોજ વનવિભાગને કુલ 8 ઘટનામાં રેલવે ટ્રેક નજીક 7 સિંહ જેમા 1 માદા સિંહ હતી અને અન્ય 9 વન્યપ્રાણીઓે દૂર ખસેડી તેમનો જીવ બચાવવાની કામગીરીમાં સફળતા મળી છે.

ગુજરાત વન વિભાગે રેલવે ટ્રેકથી દૂર ખસેડી મે મહિનામાં 114 વન્ય પ્રાણીઓના જીવ બચાવ્યા : જયન પટેલ(ડીસીએફ-પાલીતાણા શેત્રુજી ડિવિઝન)

વન્યજીવ પ્રેમી ખેડૂત પ્રવિણ ચૌહાણ દ્વારા વનવિભાગને ફોન કરી રેલવ ટ્રેક નજીક સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જાણકારી મળતા જ વનવિભાગનો સ્ટાફ રેલવે ટ્રેક નજીક પહોંચી ગયા હતા. વન વિભાગના કર્મચારીઓ દ્વારા વન્યપ્રાણીઓને રેલવે ટ્રેકથી દૂર ખસેડવાની કામગીરી કરી, જેમા તેમને સફળતા મળી હતી.

આ પણ વાંચો | રાજકોટ : રહેણાંક સોસાયટીના સ્વિમિંગ પુલમાં બે માસૂમ બાળકીઓના ડૂબી જતા મોત

મે મહિનામાં 65 ઘટનામાં 114 પ્રાણીઓનો જીવ બચાવ્યો

વનવિભાગ અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, મે મહિનામાં રેલવે ટ્રેક નજીક વન્યપ્રાણીઓ આવી ચડ્યા હોવાની કુલ 65 ઘટના બની છે, જેમા 114 પ્રાણીઓનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે, રેલવે ટ્રેક નજીક વન્યપ્રાણીઓ દેખાય તો 1926 પર કોલ કરી વનવિભાગને જાણ કરવી, જેથી તેમનો જીવ બચાવી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ